27 July, 2025 06:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’
સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ની રિલીઝ પર તાત્કાલિક સ્ટે લગાવવાનો ઇનકાર કર્યો છે. આ ફિલ્મમાં ૨૦૨૨માં રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની ક્રૂર હત્યાની વાતને રજૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તમામ સંબંધિત પક્ષોને દિલ્હી હાઈ કોર્ટનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈ કોર્ટને સોમવારે ૨૮ જુલાઈએ આ કેસની સુનાવણી કરવા અને પેન્ડિંગ અરજીઓ પર નિર્ણય લેવા જણાવ્યું છે.
ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી જમિયત ઉલેમા-એ-હિન્દ દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે વચગાળાની રાહત આપવાનો પણ ઇનકાર કર્યો હતો.