મોદી-શાહના મામલે સોમવાર સુધીમાં નિર્ણય કરે ચૂંટણીપંચ : સુપ્રીમ કોર્ટ

03 May, 2019 10:01 AM IST  |  નવી દિલ્હી

મોદી-શાહના મામલે સોમવાર સુધીમાં નિર્ણય કરે ચૂંટણીપંચ : સુપ્રીમ કોર્ટ

મોદી, શાહ સામે SCમાં થઈ અરજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર આચારસંહિતાને લઈને કૉન્ગ્રેસનાં નેતા સુસ્મિતા દેવની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ર્કોટે આદેશ કર્યો હતો કે ચૂંટણીપંચ 6 મે સુધીમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહના મામલે નિર્ણય કરે.

સુનાવણી દરમ્યાન સુસ્મિતા દેવના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પોતાની દલીલમાં કહ્યું હતું કે ‘31 દિવસમાં બે નિર્ણય કરવામાં આવ્યા છે. આ ઝડપથી 250થી વધુ દિવસ લાગશે અને નિર્ણય કર્યો એનું સાચું કારણ નથી દર્શાવવામાં આવ્યું. કુલ 40 ફરિયાદો થઈ હતી, જે પૈકી 2૦ના આદેશ જારી થયા હતા અન્ય લોકોની વિરુદ્ધ હતા, પરંતુ વડાપ્રધાન મોદી અને શાહ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. 6 મે સુધીમાં 462 સીટો પર મતદાન થઈ ચૂક્યું હશે.

આ પણ વાંચોઃ બીજેપી 22૦-23૦ બેઠક જીતે તો મોદી વડાપ્રધાન ન પણ બને : સ્વામી

સિલ્ચરનાં સંસદસભ્ય અને ઑલ ઇન્ડિયા મહિલા કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સુસ્મિતા દેવે સુપ્રીમ ર્કોટમાં અરજી આપીને કહ્યું છે કે ચૂંટણીપંચનું મૌન અપ્રત્યક્ષ રીતે આચારસંહિતાનો ભંગ કરતા લોકોને સમર્થન કરી રહ્યું છે. સુસ્મિતા દેવે તેમની અરજીમાં કહ્યું છે કે ચૂંટણીપંચ ઘૃણા ફેલાવે એવાં નિવેદનો, રાજકીય ઉદ્દેશો માટે સેનાના શૌર્યનો ઉપયોગ કરવા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદમાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. સુસ્મિતા દેવની અરજી વિશે સિનિયર વકીલ અને કૉન્ગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીએ તાત્કાલિક સુનાવણી માટે અપીલ કરી હતી.

narendra modi amit shah