બિહારમાં બનશે પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની પ્રતિમા

31 August, 2019 06:36 PM IST  | 

બિહારમાં બનશે પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની પ્રતિમા

બિહારના મુખ્યપ્રધાન નિતિશ કુમારે રાજ્યના પૂરવ્ કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીની પ્રતિમા લગાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત દરમિયાન નિતિશ કુમારે કહ્યું કે બિહારમાં દર વર્ષે અરૂણ જેટલીની જયંતી રાજ્ય સમારોહ તરીકે ઉજવવામાં આવશે. આ પ્રતિમાનું અનાવરણ તેમની જન્મ જયંતીના દિવસે કરવામાં આવશે.

મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણા પ્રધાન રહેલા અરૂણ જેટલીનું નિધન 24 ઓગસ્ટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં થયું હતુ. અરૂણ જેટલીને 9 ઓગસ્ટે એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સમાં સારવાર દરમિયાન 24 ઓગસ્ટે તેમણે અંતિમ શ્વાસ લીધા. અરૂણ જેટલીએ તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો લીધો જેમાં GSTનો પણ સમાવેશ છે. અરૂણ જેટલી પીએમ મોદીના સૌથી નજીકના માનવામાં આવે છે જો કે બહરીનના પ્રવાસના કારણે પીએમ મોદી તેમની અંતિમ યાત્રામાં સામેલ થઈ શક્યા ન હોતા.

અરૂણ જેટલીએ તેમની સતત ખરાબ રહેતી તબિયતના કારણે કેબિનેટમાં સામેલ ન કરવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. અરૂણ જેટલીના રાજકિય સફરની શરૂઆત તેમના કોલેજ સમયથી થઈ હતી. કોલેજ દરમિયાન તેઓ સ્ટૂડન્ટ પ્રેસિડેન્ટ બન્યા ત્યારબાદ તેઓ ક્યારેય રોકાયા ન હોતા. અરૂણ જેટલીએ નાણા પ્રધાન, રક્ષા પ્રધાન જેવા મહત્વના પદ પર રહીને અનેક દેશહિતના નિર્ણયો લીધા હતા

 

arun jaitley nitish kumar gujarati mid-day