રાજ્યોને ત્રણ દિવસમાં રસીના વધુ 60 લાખ ડોઝ અપાશેઃ સરકાર

04 May, 2021 02:47 PM IST  |  New Delhi | Agency

રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો આગામી ત્રણ દિવસમાં કોવિડ-19ની રસીના વધુ ૬૦ લાખ ડોઝ મેળવશે તેમ કેન્દ્ર સરકારે સોમવારે જાણકારી આપી હતી.

પ્રતીકાત્મક તસવીર

રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો આગામી ત્રણ દિવસમાં કોવિડ-19ની રસીના વધુ ૬૦ લાખ ડોઝ મેળવશે તેમ કેન્દ્ર સરકારે સોમવારે જાણકારી આપી હતી. આરોગ્ય મંત્રાલયે એની યાદીમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને લગભગ ૧૬.૫૪ કરોડ રસીના ડોઝ વિનામૂલ્યે પૂરા પાડ્યા છે. એમાંથી નકામા જવા સહિતનો કુલ વપરાશ ૧૫,૭૯,૨૧,૫૩૭ ડોઝ છે.

રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજી ૭૫ લાખ કરતાં વધુ રસીનો ડોઝ ઉપલબ્ધ છે. વળી ૫૯ લાખ કરતાં વધુ વૅક્સિન ડોઝ આગામી ત્રણ દિવસમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પૂરા પાડવામાં આવશે એમ યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

national news new delhi coronavirus covid19