સંસદમાં એસપીજી સુરક્ષા સુધારા બિલ પસારઃ કૉન્ગ્રેસનો વૉકઆઉટ

28 November, 2019 11:58 AM IST  |  New Delhi

સંસદમાં એસપીજી સુરક્ષા સુધારા બિલ પસારઃ કૉન્ગ્રેસનો વૉકઆઉટ

સંસદમાં એસપીજી સુરક્ષા બિલની ચર્ચા દરમ્યાન ગૃહપ્રધાન અમિત શાહ. તસવીર. પી.ટી.આઇ.

ગાંધી પરિવારને અપાયેલી અત્યંત સુરક્ષિત એસપીજી સુરક્ષા દૂર કરીને ઝેડ પ્લસ કરવાના મામલે લોકસભામાં આજે કૉન્ગ્રેસના સભ્યોએ ભારે હંગામો કરીને મોદી સરકાર ગાંધી પરિવારના સભ્યોના જીવન સાથે ચેડાં રમી રહ્યું હોવાનો આક્ષેપ કરીને વૉકઆઉટ કર્યો હતો. તે પહેલાં સદનમાં આ મુદ્દે થયેલી ઉગ્ર ચર્ચાના જવાબમાં ગૃહપ્રધાન અમિત શાહે એવો બચાવ કર્યો હતો કે ગાંધી પરિવારને મળતી ધમકીઓ અને તેમના જાન પર રહેલા જોખમનું મૂલ્યાંકન કરીને એસપીજી સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરીને અન્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે ગાંધી પરિવારની સુરક્ષા હટાવી નથી.
કૉન્ગ્રેસના વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને અપાયેલા સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ને હટાવવાના રાજકીય વિવાદ વચ્ચે ગઈ કાલે આ ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. બુધવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એસપીજી સુરક્ષા કાયદામાં સુધારો કરવાની દરખાસ્ત કરી હતી. આ હેઠળ હવે એસપીજી સુરક્ષા ફક્ત વડા પ્રધાન અને તેમની સાથે તેમના નિવાસસ્થાનમાં રહેનારા લોકો માટે જ રહેશે. આ ભારે વિવાદ બાદ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન કૉન્ગ્રેસના સભ્યો ગૃહની બહાર નીકળી ગયા હતા.  
ગૃહપ્રધાને લોકસભામાં કહ્યું કે હું અહીં વિશેષ સુરક્ષા જૂથ (એસપીજી) અધિનિયમની સુધારણા લઈને આવ્યો છું. આ સુધારા પછી આ કાયદા હેઠળ એસપીજી સુરક્ષા ફક્ત વર્તમાન વડા પ્રધાન અને તેમના પરિવારના સભ્યોને જ આપવામાં આવશે, જેઓ તેમની સાથે સત્તાવાર રીતે વડા પ્રધાનના નિવાસસ્થાને રહે છે.
તેમણે કહ્યું હતું કે કોઈ પણ ભૂતપૂર્વ વડા પ્રધાન અને તેમના પરિવાર સાથે, જેઓ સરકાર ફાળવેલા આવાસોમાં રહે છે તેઓને પાંચ વર્ષના સમયગાળા માટે એસપીજી સુરક્ષા પણ મળશે. ગૃહપ્રધાને કહ્યું કે સુરક્ષાના આ કવર માટે ‘વિશેષ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે આદર્શ રીતે વડા પ્રધાન માટે હોવું જોઈએ. તેમણે કહ્યું કે તે માત્ર શારીરિક સુરક્ષા જ નથી. ઉલટાનું તેમના વિભાગ, આરોગ્ય અને અન્ય લોકો વચ્ચેની વાતચીતને પણ સુરક્ષિત રાખવી પડશે.

આ પણ જુઓઃ રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

કૉન્ગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સુધારા વિધેયક અંગે કહ્યું કે એસપીજી સુરક્ષા મેળવનારાઓને જૂનમાં કહેવામાં આવ્યું હતું કે તેમના પર ભય વધ્યો છે. મારો પ્રશ્ન એ છે કે જૂન અને નવેમ્બરની વચ્ચે તે શું બન્યું હતું કે કાયદામાં સુધારો કર્યા વિના એસપીજી સુરક્ષાને દૂર કરવામાં આવી છે?

amit shah sonia gandhi national news