Shraddha Murder Case:આરોપીએ કોર્ટમાં ગુનો કબૂલતાં કહ્યું શા માટે કરી શ્રદ્ધાની હત્યા

22 November, 2022 12:56 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આરોપી આફતાબે કોર્ટમાં જજ સામે ગુનો કબુલ કર્યો હતો કે શ્રદ્ધાની હત્યા તેણે કરી છે. આ હત્યા ક્રોધમાં થઈ હોવાનું તેણે જણાવ્યું હતું.

આરોપી આફતાબ

મુંબઈના શ્રદ્ધા વાલકર હત્યાકાંડ( Shraddha Murder Case)માં દિલ્હી પોલીસે આરોપી આફતાબ પૂનાવાલાને વીડિયો કોન્ફન્સિંગના માધ્યમથી સાકેત કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે આરોપી આફતાબની પોલીસ કસ્ટડી આગામી 4 દિવસ સુધી વધારી દીધી છે. વિશેષ સુનાવણીમાં આફતાબને ન્યાયાલયમાં હાજર કરવામાં આવ્યો હતો. જો કે, આરોપી આફતાબની આજે પોલીસ રિમાન્ડ પૂર્ણ થવાના હતા. ત્યાં બીજી તરફ આરોપી આફતાબે કોર્ટમાં જજ સામે ગુનો કબુલ કર્યો હતો કે શ્રદ્ધાની હત્યા તેણે કરી છે. આ હત્યા ક્રોધમાં થઈ હોવાનું તેણે જણાવ્યું હતું. 

આરોપી આફતાબ પૂનાવાલાએ અદાલતને જણાવ્યું હતું આ ઘટના ક્રોધમાં થઈ હતી. આરોપી આફતાબે અદાલતમાં એ પણ કહ્યું કે તે તપાસમાં સહયોગ આપી રહ્યો છે. આફતાબે કોર્ટમાં આગળ કહ્યું કે તેને આગળની ઘટનાને યાદ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

નોંધનીય છે કે દેશમાં હાહાકરાર મચાવનાક શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાએ સબૂતોને ઈરાદાપુર્વક ષડ્યંત્ર કરી ખત્મ કરી દીધા છે. તેણે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરવા વાપરેલા હથિયારને એવી રીતે ફેંક્યા છે કે પોલીસ તે સાધનોને શોધી જ ન શકે. 

આરોપીઓએ ગુરુગ્રામમાં DLF પાસેના જંગલમાં કરવત અને બ્લેડ ફેંકી દીધી હતી. આ સિવાય તેણે છત્તરપુરમાં 100 ફૂટ રોડ પર કચરાના ઢગલામાં ચાપડ ફેંકી દીધી હતી. બીજી તરફ, ગુરુગ્રામમાં આફતાબ જે કોલ સેન્ટરમાં કામ કરતો હતો ત્યાં વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી દેવામાં આવી.

આ પણ વાંચો:શ્રદ્ધાના દાંતથી શરીરના ટુકડાઓની થઈ શકે છે ઓળખ, એવું કહ્યું આ ડૉક્ટરે

દક્ષિણ જિલ્લા પોલીસ અધિકારીઓ અનુસાર, આરોપી આફતાબે જણાવ્યું હતું તે તેણે કરવત અને બ્લેડને ગુરુગ્રામમાં ફેંકી દીધા હતાં. એવામાં પોલીસ આરોપીને લઈ બે દિવસ સુધી તે જંગલમાં શોધખોળ કરી ચૂકી છે, પરંતુ પોલીસને હાથે કંઈ લાગ્યું નથી. આરોપી શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરવા માટે મહરૌલી બજારમાંથી ધારદાર વાળા ત્રણ બ્લેડ ખરીદીને લાવ્યો હતો. 

ગુરુગ્રામમાં એક-બે દિવસ બાદ શોધખોળ અભિયાન ચલાવવામાં આવશે. આરોપીએ કહ્યું કે તે કૉલ સેન્ટરમાં નોકરી કરવા મેટ્રોથી જતો હતો. મહોરલી રોડ પર પૈસા લઈ લિફ્ટ આપનારી ગાડીઓ ચાલે છે. બજારમાંથી બ્લેડ ખરીદીને આફતાબ લિફ્ટ દ્વારા ગુરુગ્રામ પહોંચ્યો હતો. 

આરોપી આફતાબ જ કૉલ સેન્ટરમાં કામ કરતો હતો ત્યાં પણ પોલીસ કેટલીય વાર જઈ ચૂકી છે અને તેના સહકર્મીઓના નિવેદન નોંધ્યા છે. કૉલ સેન્ટરનું કહેવું છે કે પોલીસ રોજ આવી રહી છે. જેના લીધે કૉલ સેન્ટરમાં કામ કરતા કર્મીઓને વર્ક ફ્રોન હોમ આપી દેવામાં આવ્યું છે. 

શ્રદ્ધા હત્યાકાંડ હાઈ પ્રોફાઈલ કેસ બની ગયો છે. એવામાં પોલીસે આ કેસની તપાસમાં કોઈ ભૂલચૂક ઈચ્છતું નથી. જેને પગલે દિલ્હી પોલીસે એસીપી રમન લાંબાની દેખરેખ હેઠળ ચાર ઈન્સ્પેક્ટરની સલાહકાર ટીમ બનાવી છે. આ ટીમ સમગ્ર કેસ પર નજર રાખી રહી છે અને મહરોલી પોલીસને સતત સલાહ આપી રહી છે.

આ પણ વાંચો: Mumbai Crime:મલાડમાં પિતાએ કરી 6 વર્ષના પુત્રની હત્યા, ધારદાર હથિયારથી આપ્યો અંજામ


 

 


 

national news new delhi Crime News