યુપીમાં અખિલેશ યાદવના કાફલાનાં સાત વાહનો એકમેક સાથે ટકરાયાં

04 February, 2023 11:57 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક કારે નિયંત્રણ ગુમાવતાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના કાફલાનાં સાત વાહનો એકમેક સાથે ટકરાયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

હરદોઈ જિલ્લામાં ગઈ કાલે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના કાફલામાં અનેક વેહિકલ્સ એકમેક સાથે ટકરાયા બાદ એક નુકસાનગ્રસ્ત કાર. પી.ટી.આઇ.

લખનઉ  : ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક કારે નિયંત્રણ ગુમાવતાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના કાફલાનાં સાત વાહનો એકમેક સાથે ટકરાયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. અખિલેશ યાદવની કારને નુકસાન પહોંચ્યું નથી તથા તેઓ સલામત રીતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામાં ત્રણ જણને ઈજા પહોંચી છે જેમને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવાયા છે. ડૉક્ટરોએ તેમને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જણાવ્યું હતું. ઈજાગ્રસ્તોમાંના એક નસીમે કહ્યું હતું કે આ અકસ્માત અચાનક જ બન્યો હતો. કશું સમજાય એ પહેલાં એકસાથે સાત-આઠ વાહનો ટકરાયાં હતાં. ઉત્તર પ્રદેશની રાજધાની  લખનઉથી લગભગ ૧૦૦ કિલોમીટરના અંતરે ફરહતનગર પછીના એક્સપ્રેસવે પર આ અકસ્માત થયો હતો. હરદોઈ પોલીસ ઑફિસર અનિલ કુમાર યાદવે કહ્યું હતું કે વાહનો તેજ ગતિથી અખિલેશ યાદવની કારની પાછળ જઈ રહ્યાં હતાં એવામાં એક કાર પરનો કાબૂ ગુમાઈ જતાં આ અકસ્માત થયો હતો.              

national news akhilesh yadav uttar pradesh