ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર કલમ 144 લાગૂ,સુરક્ષા એજન્સીઓ સતર્ક

21 September, 2019 06:42 PM IST  |  રાજસ્થાન

ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર કલમ 144 લાગૂ,સુરક્ષા એજન્સીઓ સતર્ક

ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર કલમ 144 લાગૂ

રાજસ્થાનના શ્રીગંગાનગર-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમાના 2 કિમીના ક્ષેત્રફળમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ આદેશ જિલ્લા કલેક્ટર શિવ પ્રસાદ નકાતેએ આપ્યો છે. આ આદેશ 15 નવેમ્બર 2019 સાંજના 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી પ્રભાવિત રહેશે.

સીમા પર તસ્કરી અને ઘુસણખોરીના આશંકાને જોતા ભારત-પાકિસ્તાન સીમા સાથે લાગેલી 2 કિલોમીટરના વિસ્તારમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ સાથે મળેલી ઈનપુટ બાદ જિલ્લા કલેક્ટરે આ આદેશ જાહેર કરી દીધો છે.

સૂત્રોના અનુસાર, જે ક્ષેત્રમાં પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે, તેમાં અનેક વાર ઘુસણખોરો અને તસ્કરો પકડાઈ ચુક્યા છે. અહીં સીમા સુરક્ષા બળની ચુસ્ત સુરક્ષા હોય છે.

આ પણ જુઓઃ સાડીઓ છે સ્મૃતિ ઈરાનીનો પહેલો પ્રેમ...આ તસવીરો છે પુરાવો

જણાવી દઈએ કે ભારતની પાકિસ્તાન સાથે 3323 કિમી લાંબી સીમા લાગે છે. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા 2289.66 કિમી લાંબી અને 778 કિમી નિયંત્રણ રેખા છે. આ સીમા જમ્મૂ કશ્મીર સિવાય ભારતના ત્રણ વધુ રાજ્યો સાથે જોડાયેલી છે. 2, 098 કિમીની સીમા ગુજરાત, રાજસ્થાન અને પંજા સાથે જોડાયેલી છે. રાજસ્થાનની તરફથી પાકિસ્તાન સાથે 1037 કિમીની સીમા લાગે છે.

jammu and kashmir pakistan