કોરોના: પશુઓ માટે ભારતની પહેલી કોવિડ-19 વૅક્સિન તૈયાર, 23 કુતરાઓ પર ટ્રાયલ સફળ

20 January, 2022 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગ જૂલૉજિકલ પાર્કના 15 સિંહ પર ટ્રાયલની તૈયારી છે. હિસારના કેન્દ્રીય અશ્વ અનુસંધાન સંસ્થાનના વેજ્ઞાનિકોએ સફળતા મેળવી છે.

પ્રતીકાત્મક તસવીર

હરિયાણાના હિસારમાં સ્થિત કેન્દ્રીય અશ્વ અનુસંધાન સંસ્થાનના વૈજ્ઞાનિકોએ પશુઓ માટે દેશની પહેલી કોરોના વૅક્સિન બનાવવામાં સફળતા મેળવી છે. સેનાના 23 કુતરાઓ પર આનું ટ્રાયલ સફળ થઈ ગયું છે. વેક્સિન મૂકાયાના 21 દિવસ પછી કુતરાઓમાં કોરોનાવાયરસ (કોવિડ-19) વિરુદ્ધ એન્ટીબૉડી જોવા મળી છે. 

કુતરાઓ પર સફળ ટ્રાયલ પછી હવે ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગ જૂલૉજિકલ પાર્કના 15 સિંહ પર ટ્રાયલની તૈયારી છે, જેની ગુજરાત સરકાર પાસેથી પરવાનગી મળ્યા પછી શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ વેક્સિનને માર્કેટમાં લાવીને પશુઓનું પણ વેક્સિનેશન થઈ શકે.

ડેલ્ટા વેરિએન્ટ થકી સિંહનું થયું નિધન, આથી વેક્સિનમાં ડેલ્ટે સ્ટ્રેનનો પ્રયોગ
વેર્સિનને વિકસિત કરનાર સંસ્થાનના પ્રધાન વૈજ્ઞાનિક ડૉ. નવીન કુમારે જણાવ્યું કે સૉર્સ કોરોનાવાયરસ (કોવિડ-19) પ્રાણીઓમાં કુતરા, બિલાડી, સિંહ, ચિત્તા, દીપડા, હરણમાં મુખ્ય રીતે જોવા મળ્યું છે. થોડાંક મહિના પહેલા ચેન્નઈ સ્થિત ઝૂમાં મૃત સિંહમાં કોવિડ1-9 વાયરસની ઓળખ કરવામાં આી. તપાસમાં ખબર પડી કે તેનું નિધન કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટ થકી થયું હતું. આ કારણે તેમણે માણસોમાં આવેલા ડેલ્ટા વેરિએન્ચ વાયરસને જ લેબમાં આઇસોલેટ કર્યા અને તેનો ઉપયોગ કરી વેક્સિન બનાવવામાં સફળતા મેળવી.

આ વાયરસના મનુષ્ચોમાંથી પશુઓ અને પશુઓમાંથી ફરી મનુષ્યોના સંક્રમિત થવાના અનેક અધ્યયન સામે આવ્યા છે. આથી પ્રાણીઓમાં પણ આને નિયંત્રિત કરવા ખૂબ જ જરૂરી છે. અમેરિકા અને રશિયાએ વેક્સિન વિકસિત કરી પ્રાણીઓનું પણ વેક્સિનેશન શરૂ કરી દીધું છે. આપણે પણ આપણા દેશમાં પ્રાણીઓ માટે વેક્સિન તૈયાર કરવા માટે ઘણાં સમયથી લાગેલા હતા. હવે સંસ્થાએ વેક્સિન તૈયાર કરી પ્રારંભિક પરીક્ષણમાં સફળતા મેળવી છે.- ડૉ. યશપાલ સિંહ, નિદેશક, કેન્દ્રીય અશ્વ અનુસંધાન સંસ્થા, હિસાર

પ્રારંભિક ચરણમાં કુતરાઓમાં સફળ અને પ્રભાવી ટ્રાયલ બાદ અમે 5 સ્થળે સિંહ પર ક્લીનિકલ ટ્રાયલ કરશું. જૂનાગઢના સક્કરબાગ જૂલૉજિકલ પાર્કમાં સિંહ પર ટ્રાયલ માટે સેન્ટ્રલ ઝૂ ઑથૉરિટીએ પરવાનગી આપી દીધી છે અને સ્ટેટ ચીફ વાઇલ્ડ લાઈફ વૉર્ડનની પરવાનગીની ઇંતેજારી છે. પરવાનગી મળતા જ સિંહ પર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. - ડૉ. નવીન કુમાર, પ્રધાન વૈજ્ઞાનિક, કેન્દ્રીય અશ્વ અનુસંધાન સંસ્થા, હિસાર

કોવિડ-19 વાયરસને અટકાવવા માટે પ્રાણીઓનું પણ વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકાર આને ગંભીરતાથી લઈ રહી છે અને આ દિશામાં  એનઆરસીઈ હિસારના વૈજ્ઞાનિકોએ એક સકારાત્મક પ્રયત્ન પણ કર્યો. હું સંસ્થાનના વૈજ્ઞાનિકોને આ ઉપલબ્ધિ માટે વધામણી આપું છું. - ડૉ. બીએન ત્રિપાઠી, ઉપ મહાનિદેશક (પશુ વિભાગ) ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી.

national news covid vaccine covid19 coronavirus junagadh