જમ્મૂ કશ્મીરઃ ઘાટીમાં ખુલી શાળા-કોલેજો, આજે થશે મોટા ફેરફારો

19 August, 2019 10:45 AM IST  |  શ્રીનગર

જમ્મૂ કશ્મીરઃ ઘાટીમાં ખુલી શાળા-કોલેજો, આજે થશે મોટા ફેરફારો

કશ્મીરમાં ફરી ખુલી શાળા-કોલેજો

સૂરજનું પહેલી કિરણ હોય કે ઢળતી સાંજ, કશ્મીરમાં સુરક્ષા કર્મીઓ તહેનાત છે અને સતત ખડેપગે છે. તેમનો હેતુ એક જ છે કે કશ્મીરમાં શાંતિ સ્થાપિત રહે, કોઈપણ આતંકી કોઈને નુકસાન ન પહોંચાડી થશે અને શરારતી તત્વો માહોલને ખરાબ ન કરી શકે. જમ્મૂ કશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શ્રીનગરમાં આજથી શાળાઓ ખુલી ગઈ છે. લગભગ 14 દિવસ બાદ ઘાટીમાં શાળા અને કોલેજો ખુલી રહ્યા છે. એવામાં ફરી એકવાર સુરક્ષાબળો માટે શાંતિનો માહોલ બનાવવાનો પડકાર છે.

સામાન્ય થઈ રહી છે સ્થિતિ
શ્રીનગરમાં શાળા અને કોલેજો ખુલી ગયા છે, છતા પણ કાંઈક અલગ જ પ્રકારનો સન્નાટો છે. બાળકો ધીમે ધીમે સ્કૂલ-કોલેજ પહોંચી રહ્યા છે, જો કે તેવા બાળકોની સંખ્યા ઓછી છે. શાળાએ જતા બાળકોને કોઈ પરેશાની ન થાય તે માટે સુરક્ષાદળો તહેનાત છે. ઘાટીમાં લગભગ 190 શાળાઓ આવેલી છે.

14 દિવસો બાદ શાળાઓ ખુલી છે એટલે બાળકોમાં અલગ જ ઉત્સાહ છે. તંત્ર પર સતર્ક છે જેથી કોઈ અપ્રિય ઘટના ન બને. ઘાટીમાં કોલેજમાં એક્ઝામ કેવી રીતે લેવી તેના પર વિચાર કરવામાં આવશે. સાથે એક્સ્ટ્રા ક્લાસીસ પણ લેવામાં આવશે જેથી જેટલા દિવસ શાળાઓ બંધ રહી તેની ભરપાઈ થઈ શકે.

ફરી બંધ કરાયું મોબાઈલ ઈન્ટરનેટ
જમ્મૂ કશ્મીરમાં 12 દિવસ બંધ રહ્યા બાદ શનિવારે ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી. જે રવિવારે સવારે અચાનક ફરી બંધ થઈ ગઈ. મોબાઈલ ફોનથી માત્ર કૉલ જ કરી શરાય છે. ઈન્ટરનેટ ન હોવાથી સ્થાનિકો મોબાઈલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરી શકતા. મોબાઈમાં શનિવારથી ટુજી સ્પીડમાં ઈન્ટરનેટ શરૂ કરવામાં આવ્યું હતું. લોકો તેની સ્પીડ વધે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યાં તો ફરી ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. જેમની પાસે BSNLનું બ્રોડબેન્ડ છે તેઓ જ ઈન્ટરનેટનો વપરાશ કરી શકે છે.

આ પણ જુઓઃ સંઘર્ષથી સફળતા સુધીઃ જાણો 'જયકા યાજ્ઞિક'ની સફરને

શાંતિનો માહોલ જાળવી રાખવા અપીલ
હાલ જિલ્લામાં સંપૂર્ણ શાંતિ છે. કોઈ પણ ક્ષેત્રમાં અપ્રિય ઘટના નથી બની. અફવા ફેલાવનારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. જલ્દી જ તેમની સામે કાર્રવાઈ કરવામાં આવશે. એસએસપીએ પણ સ્થાનિકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.

jammu and kashmir national news