તામિલનાડુ જળસંકટ : ૨૫ લાખ લીટર પાણી લઈને ટ્રેન પહોંચી ચેન્નઈ

13 July, 2019 06:05 PM IST  |  ચેન્નઈ

તામિલનાડુ જળસંકટ : ૨૫ લાખ લીટર પાણી લઈને ટ્રેન પહોંચી ચેન્નઈ

પાણી

પાણીની સમસ્યાથી લડી રહેલા તામિલનાડુમાં પાણીનાં ૫૦ ટૅન્કવાળી ટ્રેન વેલ્લોર જિલ્લાના જોલારપેટ્ટઈ પહોંચી હતી. આ ટ્રેનના દરેક વેગનમાં આશરે ૫૦ હજાર લીટર પાણી ભરવામાં આવ્યું છે. ચેન્નઈ અને આસપાસનાં ક્ષેત્ર સૌથી વધારે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

ચેન્નઈથી ૨૧૭ કિલોમીટર દૂર વેલ્લોર જિલ્લાસ્થિત જોલારપેટ્ટઈમાં પાણીની ખૂબ તંગી વર્તાઈ રહી છે. ચેન્નઈ છેલ્લા ૪ મહિનાથી પાણીના સંકટ સામે લડી રહ્યું છે. આ દક્ષિણનું મહાનગર દૈનિક ૨૦૦ મિલ્યન પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. શહેરમાં પાણી પહોંચાડનારાં મોટાં ૪ જળાશયો સુકાઈ ગયાં છે.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

શ્રીમંતોની તુલનામાં ગરીબ અને મજૂર વર્ગના લોકોને પાણીની સમસ્યાથી વધુ લડવું પડી રહ્યું છે. ચેન્નઈમાં જળસંકટ દિવસે-દિવસે વધતું જઈ રહ્યું છે. તામિલનાડુ સરકારે રેલવેને અનુરોધ કર્યો છે કે તેઓ શહેરમાં પાણી લાવવામાં મદદ કરે.

chennai