આરેમાં મેટ્રો કારશેડ માટે વૃક્ષો તોડવા મુંબઈ મેટ્રો ઑથોરિટીને ભારે પડ્યાં, SCએ ફટકાર્યો દંડ

17 April, 2023 06:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માત્ર 84 વૃક્ષો જ કાપવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે 177 વૃક્ષો કાપવાની પરવાનગી કેવી રીતે મળી? ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડે આ આકારો સવાલ પૂછ્યો

ફાઇલ તસવીર

મુંબઈના આરે જંગલ (Aarey Colony)માં વૃક્ષો કાપવા પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. માત્ર 84 વૃક્ષો જ કાપવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે 177 વૃક્ષો કાપવાની પરવાનગી કેવી રીતે મળી? ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડે આ આકારો સવાલ પૂછ્યો હતો. સુપ્રીમ કોર્ટની બેન્ચે કોર્ટના આદેશની અવમાનના બદલ મુંબઈ મેટ્રો ઓથોરિટી (Mumbai Metro Authority)ની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે મુંબઈ મેટ્રોને 177 વૃક્ષો કાપવાની મંજૂરી આપતાં તેને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિંહ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ વૃક્ષો કાપવા અંગેની પીઆઈએલની સુનાવણી થઈ હતી. મુંબઈ મેટ્રો ઓથોરિટીએ મુખ્ય વન સંરક્ષકને 10 લાખ રૂપિયાનો દંડ જમા કરવાનો નિર્દેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે એવો પણ નિર્દેશ આપ્યો છે કે વન સંરક્ષકોએ મેટ્રો સત્તાવાળાઓએ વનીકરણ કર્યું છે કે કેમ તેની પણ દેખરેખ અને નિરીક્ષણ કરવું જોઈએ.

આ પણ વાંચો: આરેમાં મેટ્રો કારશેડ માટે વધુ આટલા વૃક્ષો કાપવાની BMCએ આપી પરવાનગી, જાણો વિગત

મુંબઈ મેટ્રો ઓથોરિટીને અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા 84 વૃક્ષો કાપવાની પરવાનગી આપવામાં આવી હતી, ત્યારબાદ પાર્ક સુપરિન્ટેન્ડેન્ટ અને ટ્રી ઑફિસરે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને 177 વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

national news supreme court mumbai metro aarey colony