રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવી, પાકને ૫૦,૦૦૦ એકે-૪૭ આપવાની ના પાડી

28 July, 2019 11:06 AM IST  |  મોસ્કો

રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવી, પાકને ૫૦,૦૦૦ એકે-૪૭ આપવાની ના પાડી

રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવી

 રશિયાએ પાકિસ્તાનના ૫૦,૦૦૦ એકે-૪૭ રાઇફલ્સ ખરીદવાના આગ્રહને ફગાવી દીધો છે અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની રક્ષા ડીલ ન કરવાને લઈને ભારતને વિશ્વાસ અપાવ્યો છે.
નવી પેઢીના કલાશિન્કોવ રાઇફલ્સને જ એકે રાઇફલ્સ કહેવામાં આવે છે. રશિયાએ ભારતને કહ્યું છે કે ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ ડીલ ઇસ્લામાબાદ સાથે થશે નહીં. રશિયા સાથે આ ડીલ પાકિસ્તાન પોતાના રક્ષા સંબંધોને ગાઢ કરવા માટે ઇચ્છી રહ્યું હતું. આવું એટલા માટે કે પાકિસ્તાની સેના હાલ એકે-૫૬ રાઇફલ્સનો ઉપયોગ કરે છે જે ચીન દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે.

આ પણ જુઓઃ દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ

એકે-૫૬ ચીની અસાલ્ટ રાઇફલ્સ છે જે એકે-૪૭નું જ અપગ્રેડેડ વર્જન છે. જમ્મુ-કાશ્મીર અને પૂર્વોતરના આતંકવાદીઓની પાસે એકે-૫૬ હથિયાર જપ્ત થતાં રહેતાં હોય છે. ભારતીય અધિકારીઓ માટે આ એક સરપ્રાઇઝ પળ હતી કેમ કે જ્યારે પાકિસ્તાની સેના આવી રાઇફલ્સનો પહેલેથી જ ઉપયોગ કરી રહી છે તો પછી આ ડીલનો અર્થ શો હતો.

russia pakistan