બૅન્ગલોરમાં વિરાટ કોહલી સામે પણ ફરિયાદ નોંધાઈ

08 June, 2025 06:57 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

RCB IPL જીતી એની ઉજવણી દરમ્યાન થયેલી નાસભાગમાં ૧૧ વ્યક્તિઓના જીવ ગયા

વિરાટ કોહલી

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) IPL જીતી એની ઉજવણી દરમ્યાન થયેલી નાસભાગમાં ૧૧ વ્યક્તિઓના જીવ ગયા એ સંદર્ભમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી વિરુદ્ધ બૅન્ગલોરના કબ્બન પાર્ક પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે પોલીસ વિરાટ કોહલી વિરુદ્ધની ફરિયાદને ગંભીરતાથી લઈ રહી છે અને તેને તપાસ હેઠળ સામેલ કરી રહી છે. હાલમાં આ ફરિયાદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા અને આરોપના પ્રકાર વિશે કોઈ માહિતી બહાર આવી નથી. જેમ-જેમ તપાસ આગળ વધશે એમ વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. પોલીસનું કહેવું છે કે ન્યાયિક પ્રક્રિયા હેઠળ તપાસ નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવશે.

royal challengers bangalore virat kohli bengaluru Crime News national news news IPL 2025 indian premier league cricket news sports sports news