આદિત્યને મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન બનાવવો એ અમારું અપમાન : આઠવલે

03 November, 2019 09:55 AM IST  |  મુંબઈ

આદિત્યને મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન બનાવવો એ અમારું અપમાન : આઠવલે

રામદાસ અઠાવલે

રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયાના વડા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ગઈ કાલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન ભારતીય જનતા પાર્ટીનો જ હશે. જો શૂન્ય અનુભવ ધરાવતા શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે મુખ્ય પ્રધાન બનશે તો તે અમારું અપમાન કહેવાશે.
આઠવલેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામને અગાઉ પણ સહમતી આપી હતી. ઉલ્લેખનીય છે કે તેમની પાર્ટી સત્તાધારી એનડીએ ગઠબંધનમાં ભાગીદાર છે.
આઠવલેએ વધુમાં જણાવ્યું કે મહાયુતિ (બીજેપી-શિવસેના ગઠબંધન)ને મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમતી મળી છે. દેવેન્દ્ર ફડણવીસને બીજેપીના ચૂંટાયેલા ધારાસભ્યોના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમે મુખ્ય પ્રધાન તરીકે તેમના નામને ટેકો આપવાનું નક્કી કર્યું છે અને અમારા માટે તો તે જ મુખ્ય ઉમેદવાર છે. અમે એક એવો મુખ્ય પ્રધાન ઈચ્છીએ છીએ જે સળંગ પાંચ વર્ષ સુધી સત્તા સંભાળે.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

આઠવલેએ કહ્યું કે શિવસેનાએ થોડું વિચારવું જોઈએ કે બીજેપી પાસે વધુ ધારાસભ્યો છે. કેટલાક પોર્ટફોલિયો પોતાની પાસે રાખવાનો તેમને અધિકાર છે. બીજેપી શિવસેનાને નાયબ મુખ્ય પ્રધાનપદ આપવા અંગે વિચારી શકે છે. ફડણવીસે પણ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ આગામી ૫ વર્ષ માટે મુખ્ય પ્રધાન રહેશે. તો પછી શિવસેના શા માટે સમાધાનકારી વલણ અપનાવતી નથી..

ramdas athawale shiv sena