રજનીકાંતે કર્યાં મોદીના વખાણ, રાજીવ ગાંધી અને જવાહરલાલ સાથે કરી તુલના

28 May, 2019 06:07 PM IST  |  નવી દિલ્હી

રજનીકાંતે કર્યાં મોદીના વખાણ, રાજીવ ગાંધી અને જવાહરલાલ સાથે કરી તુલના

રજનીકાંત

સુપરસ્ટાર રજનીકાંતે આજે એટલે મંગળવારે સ્પષ્ટ કરી દીધું છે કે ગુરૂવાર(30 મે)એ નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં હાજરી આપશે. એમણે એ અવસર પર પીએમ મોદીને જવાહરલાલ નેહરૂ અને રાજીવ ગાંધી સાથે તુલના કરતા એમને 'કરિશ્માઈ નેતા' જણાવ્યા છે. જણાવી દઈએ કે 30 મે એટલે ગુરૂવારે નરેન્દ્ર મોદી ફરી એક વાર દેશના વડાપ્રધાનના રૂપમાં શપશ લેશે. આ અવસર પર રજનીકાંત અને કમલ હાસનને પણ શપથ સમારોહમાં આમંત્રણ આપ્યું છે.

ચેન્નઈમાં સંવાદદાતઓથી વાતચીત કરતા રજનીકાંતે કહ્યું, 'આ જીત તો મોદીની જીત છે. તેઓ એક કરિશ્માઈ નેતા છે. ભારતમાં, નેહરૂ અને રાજીવ ગાંધી બાદ, હવે મોદી એક કરિશ્માઈ નેતા છે.' જોકે હવે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કૉંગ્રેસના સંકટ અને રાહુલ ગાંધીનું રાજીનામું આપવાના નિર્ણય પર સવાલ પર રજનીકાંતે કહ્યું, તેમણે (રાહુલ ગાંધી)એ રાજીનામું નહીં આપવુ જોઈએ. તેમણે પોતાની જાતને સાબિત કરવું જોઈએ. લોકતંત્રમાં વિપક્ષ પણ મજબૂત રહેવું જોઈએ.

જણાવી દઈએ કે છેલ્લા અઠવાડિયે ભાજપની ભારી મતથી જીત પ્રાપ્ત થઈ ત્યારે રજનીકાંતે ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની શુભેચ્છા આપી હતી અને એમણે કહ્યું હતું, 'આપને કર દિખાયા, ગૉડ બ્લેસ્ડ.'

68 વર્ષીય ફિલ્મસ્ટારે સામાન્ય રીતે પોતાની રાજકીય પ્રાથમિકતાઓને લઈને મિશ્ર સંકેત આપ્યા છે. જોકે તમને જણાવી દઈએ કે તેઓ સ્પષ્ટ કરી ચૂક્યા હતા કે તેમનું ફોકસ ફક્ત વિધાનસભા ચૂંટણી પર રાખશે. એમણે કહ્યું હતું કે રાજકીય પાર્ટી 2021માં રાજ્યમાં થનારા વિધાનસભાની ચૂંટણીમાં બધી 234 બેઠક પર ચૂંટણી લડશે.

આ પણ વાંચો : ચારે તરફથી ઘેરાયું કોંગ્રેસ, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સરકાર પર સંકટના વાદળ

ઉલ્લેખનીય છે કે સામાન્ય ચૂંટણીઓ પહેલાં રજનીકાંતે પીએમ મોદીને લઈને મોટી વાત કહી હતી. એમણે કહ્યું હતું પીએમ મોદી એ 10 લોકોથી વધારે તાકાતવર છે, જે એમના વિરૂદ્ધ લડી રહ્યા છે. એમણે પીએમ મોદીના વિરૂદ્ધ બની રહેલા એક મોટા ગઠબંધન પર કહ્યું હતું, જ્યારે 10 લોકો એક વ્યક્તિના વિરૂદ્ધ લડે છે, તો એમાં કોણ મજબૂત હોય છ?

rajinikanth narendra modi rajiv gandhi jawaharlal nehru national news congress