રાહુલ ગાંધીનો પીએમ મોદી પર વાર, જનતા કે પ્રાણ જાએ પર ટેક્સ વસૂલી ન જાએ...

08 May, 2021 04:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાહુલ ગાંધી પહેલા કૉંગ્રેસ શાસિત રાજ્યોએ પણ કોરોના વેક્સીન પર જીએસટી વસૂલવાનો વિરોધ કર્યો હતો.

રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોરોના વેક્સીન પર લાગૂ પાડવામાં આવેલા જીએસટીને લઈને નિશાનો સાધ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું છે કે જનતાના પ્રાણ જાએ પણ પીએમની ટેક્સ વસૂલી નહીં જાય. એકક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ લૉકડાઉનને લઈને સરકાર પર નિશાનો સાધ્યો હતો. રાહુલ ગાંધી પહેલા કૉંગ્રેસ શાસિત રાજ્યોએ પણ કોરોના વેક્સીન પર જીએસટી વસૂલવાનો વિરોધ કર્યો હતો.

કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની `અસફળતા` અને કેન્દ્ર સરકારની `ઝીરો રણનીતિ`વે કારણે દેશ સંપૂર્ણ લૉકડાઉન તરફ વધી રહ્યો છે. તેમણે એ પણ કહ્યું કે પૂર્ણ લૉકડાઉનની સ્થિતિને જોતા ગરીબ લોકોને આર્થિક પેકેજ આપવાની જરૂર છે.

કૉંગ્રેસ નેતાએ ટ્વીટ કર્યું, ગયા વર્ષે અનિયોજિત લૉકડાઉન જનતા પર ઘાતક વાર હતો એટલે હું સંપૂર્ણ લૉકડાઉન વિરુદ્ધ છું. પણ વડાપ્રધાનની નિષ્ફળ તેમજ કેન્દ્ર સરકારની ઝીરો રણનીતિ દેશને સંપૂર્ણ લૉકડાઉન તરફ ધકેલી રહી છે. એવામાં ગરીબ જનતાને આર્થિક પેકેજ અને તરત દરેક પ્રકારની સહાયતા આપવી જરૂરી છે.

national news coronavirus covid19 rahul gandhi narendra modi