રાફેલ ડીલઃસુપ્રીમ કોર્ટે ફગાવી સરકારની દલીલો, ફરી સુનાવણી માટે SC તૈયાર

10 April, 2019 11:59 AM IST  |  નવી દિલ્હી

રાફેલ ડીલઃસુપ્રીમ કોર્ટે ફગાવી સરકારની દલીલો, ફરી સુનાવણી માટે SC તૈયાર

રાફેલ મામલે SCનો કેન્દ્ર સરકારને ઝટકો

રાફેલ ડીલ પર સુનાવણી કરતા બુધવારે કેન્દ્ર સરકારને તગડો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સરકારની તમામ દલીલનો ફગાવી છે. સાથે જ કોર્ટે પુનર્વિચારની અરજીઓ પર સુનાવણી કરતા રાફેલ ડીલ સાથે સંબંધતિ ત્રણ દસ્તાવેજોને પુરાવા તરીકે સ્વીકારવાની અનુમતિ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટ આ દસ્તાવેજોના આધારે પુનર્વિચાર અરજી પર વધુ સુનાવણી કરશે.

સરકારે પહેલા અરજીમાં સામેલ તમામ દસ્તાવેજોને વિશેષાધિકારી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બતાવીને કોર્ટમાં  રજૂ કરવાનો અને તેમને સાર્વજનિક કરવાનો વિરોધ કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે સરકારની આ દલીલોને ફગાવી છે. મહત્વનું છે કે પુનર્વિચાર અરજીમાં સુપ્રીમ કોર્ટના 14 ડિસેમ્બરના આદેશને પડકાર આપવામાં આવ્યો છે. આ આદેશમાં સુપ્રીમ કોર્ટ ફ્રાંસ પાસેથી 36 રાફેલ ફાઈટર પ્લેન ખરીદવાની પ્રક્રિયાની તપાસ કરવાનો આદેશ આપવાથી ઈંકાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે બુધવારે થયેલી સુનાવણીમાં કહ્યું કે જ્યાં સુધી રાફેલ ડીલ સાથે જોડાયેલી પુનર્વિચાર અરજી પર સુનાવણીનો સવાલ છે તો, આ મામલે બાદમાં વિસ્તારથી સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ આ મામલે દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજી પર પહેલા જ સુનાવણી પૂર્ણ કરી ચુક્યું હતું. જે બાદ પુનર્વિચાર અરજી પર કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, બુધવારે કોર્ટે નિર્ણય માટેની તારીખ નક્કી કરી હતી.

મહત્વનું છે કે રાફેલ ડીલ પર કેંદ્ર સરકારે દાવો કર્યો હતો કે આ સોદા સાથે જોડાયેલા દસ્તાવેજો પર સરકારનો વિશેષાધિકાર છે. સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે કોઈ સંબંધિત વિભાગની અનુમતિ વગર સોદા સાથે જોડાયેલા દસ્તાવેજોને રજૂ કે જાહેર ન કરી શકે. આ મામલે અટૉર્ની જનરલે દલીલ કરી હતી કે કોઈ પણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજો જાહેર નથી કરી શકતા. રાષ્ટ્રની સુરક્ષા સૌથી ઉપર છે.

આ પણ વાંચોઃ Rafale Deal: રાહુલનો આરોપ- રાફેલની ફાઈલમાં PM-PMOનું નામ

અટૉર્ની જનરલના આ દાવા પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે રાફેલના જે દસ્તાવેજો પર સરકાર વિશેષાધિકારનો દાવો કરી રહી છે, તે પહેલા જ જાહેર થઈ ચુક્યા છે. ગુપ્તચર એજન્સીઓ સાથે સંબંધિત દસ્તાવેજો પર કોઈ પણ પ્રકારના વિશેષાધિકારનો દાવો ન કરી સકાય.

supreme court congress bharatiya janata party