વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા હિમાચલના કુલ્લુની દશેરા રથ યાત્રામાં

06 October, 2022 05:35 PM IST  |  Kullu | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાને હિમાચલના કુલ્લુમાં બિલાસપુર AIIMSનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય મિડ-ડે)

વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) હિમાચલ રાજ્યના (Kullu of Himachal Pradesh) કુલ્લુમાં દશેરા રથ યાત્રામાં (Dussehra Rath Yatra) જોડાયા તે વખતે હિમાચલના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે (Chief Minister Jayram Thakur) પણ હાજરી આપી. યાત્રા પહેલા વડાપ્રધાને હિમાચલમાં જનસભાનું સંબોધન કર્યું. વડાપ્રધાને છેલ્લા ૮ વર્ષના કાર્યકાળને ધ્યાનમાં રાખીને કહ્યું કે અમારી ડબલ એંજિન સરકારે હિમાચલના વિકાસને નવો વેગ આપ્યો છે. આજે હિમાચલમાં સેંટ્રલ યુનિવર્સિટી છે અને IIT, IIIT અને IIM જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે.

વડાપ્રધાને રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું કે, કોરોના જેવા મુશ્કેલ સમયમાં રાજ્ય સરકારે જે કામ કર્યું છે એનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે. વડાપ્રધાને હિમાચલમાં બિલાસપુર AIIMSનું ઉદ્ઘાટન કર્યું, તેની સાથે કહ્યું કે, બિલાસપુર AIIMS ખુબ જ મક્કમતાથી કામ કરે છે અને આવનારી પેઢી માટે પણ આ જ રીતે કરશે. મોદીએ કહ્યું ભારતમાં મેડિકલ ડિવાઈસ પાર્ક બનાવવા માટે જે ચાર રાજ્યોને પસંદ કરવામાં આવ્યા છે એમાંથી એક હિમાચલ પણ છે. મેં હિમાચલનું મીઠું ખાધું છે અને મારે એનું ઋણ ચૂકવવાનું છે, હિમાચલ વીરોની ભૂમિ છે. 

આ પણ વાંચો : ડઝનથી વધુ કેન્દ્રીય પ્રધાનો આજથી ગુજરાતના ખૂણે-ખૂણે ફરી વળશે

હિમાચલની ધરતીમાં વિકાસની અનંત શક્યતાઓ છુપાયેલી છે. હિમાચલ આજે ભારત અને વિશ્વની દ્રષ્ટિમાં ખૂબ જ મોટું મેડિકલ ટુરિઝમનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે.

national news narendra modi himachal pradesh dussehra