કોરોના જંગઃ વડાપ્રધાન મોદીનું મહા અભિયાન, 1 લાખ ફ્રન્ટલાઈન વર્કર્સને અપાશે તાલીમ

18 June, 2021 02:23 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન મોદી દ્વારા દેશના 26 રાજ્યોમાં 111 તાલીમ કેન્દ્રોના કોવિડ 19 ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ખાસ તાલીમ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( ફાઈલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે એટલે કે આજે 26 રાજ્યોમાં 111 તાલીમ કેન્દ્રોના કોવિડ 19 ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ખાસ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં એક લાખ ફ્રન્ટલાઈન વર્કર્સને કુશળતાપૂર્વક તાલીમ આપવામાં આવશે અને નવી વસ્તુઓ શીખવવામાં આવશે. બુધવારે વડા પ્રધાન કાર્યાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન મોદીએ દેશના લોકોને કહ્યું હતું કે દરેક સાવચેતી રાખીને આગળ પડકારોનો સામનો કરવા આપણે દેશની સજ્જતાને વધુ વધારવી પડશે. આ લક્ષ્ય સાથે આજે દેશમાં લગભગ એક લાખ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ તૈયાર કરવાની એક મહા ઝુંબેશ શરૂ થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આ કોર્સ બે થી ત્રણ મહિનામાં પૂર્ણ થશે, તેથી આ લોકો પણ તાત્કાલિક કામ માટે ઉપલબ્ધ થઈ જશે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ફ્રન્ટલાઈન વર્કર્સના વિશેષ તાલીમ કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારોને વિના મૂલ્યે તાલીમ, સ્કીલ ઈન્ડિયાનું પ્રમાણપત્ર, ખાદ્યપદાર્થો અને રહેવાની સવલત, પ્રમાણપત્ર ઉમેદવારોને નોકરી પરની તાલીમ અને અકસ્માત વીમો રૂ 2 લાખ મળશે.

વડાપ્રધાન મોદીએ  ઉમેર્યુ કે, કોવિડ 19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ વિશેષ તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયા પછી ઉમેદવારો ડીએસસી / એસએસડીએમની ગોઠવણ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સમુદાય આરોગ્ય કેન્દ્રો, આરોગ્ય સુવિધાઓ અને હોસ્પિટલોમાં કામ કરી શકશે.
આ વિશેષ તાલીમ કાર્યક્રમ માટે 273 કરોડની રકમ પણ ફાળવવામાં આવી છે.

national news coronavirus covid19 narendra modi