પાંચ ધારાસભ્યોએ સ્પીકરે રાજીનામાંનો અસ્વીકાર કરતાં કોર્ટમાં

14 July, 2019 11:04 AM IST  |  બેંગલુરૂ

પાંચ ધારાસભ્યોએ સ્પીકરે રાજીનામાંનો અસ્વીકાર કરતાં કોર્ટમાં

ચાલુ છે કર્ણાટકનું નાટક

કર્ણાટકના પાંચ બાગી ધારાસભ્યો શનિવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટ પાસેથી માગ કરી છે કે, કોર્ટ વિધાનસભાના સ્પીકરને તેમનું રાજીનામું સ્વીકાર કરવા માટે આદેશ આપે. આ પાંચ બાગી ધારાસભ્યોમાં સુધાકર રોશન બેગ, એમટીવી નાગરાજ, મુનિ રત્ના અને આનંદ સિંહ સામેલ છે.

બાગી ધારાસભ્યોનું કહેવું છે કે, વિધાનસભા સ્પીકર ધારાસભ્યોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્યોને સરકારને સમર્થન આપવા માટે ધમકાવવામાં આવી રહ્યા છે. તેઓએ કહ્યું કે, તે સરકારને સમર્થન નહીં આપે તો અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવશે. ધારાસભ્યોનું કહેવું છે કે, કોઈપણ ચૂંટાયેલ ધારાસભ્ય રાજીનામું આપવા માટે હકદાર છે. તેવામાં વિધાનસભા સ્પીકર દ્વારા તેમના મૌલિક અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે.

તો સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મુદ્દે સુનાવણી કરતાં સ્પીકરને કહ્યું કે આગામી આદેશ સુધી કોઈપણ નિર્ણય ન લે. રાજીનામા અને અયોગ્ય મામલામાં મંગળવારે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ તે દિવસે પાંચ અન્ય કર્ણાટકના બાગી ધારાસભ્યોની અરજી પર સુનાવણી પણ કરશે.

આ પણ વાંચોઃ આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાએ કહ્યું છે કે, બીજેપીના મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ વિશ્વાસ સાબિત કરવા માટે જે સમય માગ્યો છે અમે તેમના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. યેદિયુરપ્પાએ કહ્યું છે કે, કર્ણાટકની જનતાને હાલની ગઠબંધન સરકારના ભ્રષ્ટાચારથી નફરત થઈ રહી છે. આ જ કારણ છે કે, બંને પાર્ટીના ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યાં છે. આ જ કારણ છે કે, કુમારસ્વામીએ વિશ્વાસ સાબિત કરવા માટે સમય માગ્યો છે અને અમને તેનો કોઈ વાંધો નથી. આગામી થોડા જ દિવસોમાં આ સરકાર પડી જશે.

karnataka congress