PNB FRAUD: ભગોડા નીરવ મોદીની મુશ્કેલીઓ વધી, રિમાન્ડ વધી

22 August, 2019 06:01 PM IST  | 

PNB FRAUD: ભગોડા નીરવ મોદીની મુશ્કેલીઓ વધી, રિમાન્ડ વધી

ભગોડા નીરવ મોદીની મુશ્કેલીઓ વધી

પંજાબ નેશનલ બેન્કને કરોડોનો ચુનો લગાવીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીની મુશ્કેલીઓ વધી રહી છે. નીરવ મોદીને હવે યૂકેની જેલમાં 19 સપ્ટેમ્બર સુધી રહેવું પડશે. આશરે 2 અરબ ડોલરની ધોખાધડી અને મની લોન્ડ્રીંગનો કેસ નીરવ મોદી પર ચાલી રહ્યો છે.

નીરવ મોદીને માર્ચમાં સ્થાનીય વૈંડ્સવર્થ જેલમાં રાખવામાં આવ્યા છે. જુલાઈમાં યૂકેની અદાલતે નીરવ મોદીની જામીન અરજી ફગાવી હતી. જેના સંદર્ભમાં વીડિયો કોલિંગ દ્વારા તેની પેશી કરવામાં આવી હતી. આ પેશી દરમિયાન ન્યાયાધીશે તેની કસ્ટડી વધારી દિધી છે. યૂકેની કોર્ટના આદેશ અનુસાર હવે 19 સપ્ટેમ્બર સુધી નીરવ મોદી જેલમાં જ રહેશે. હવે આગળની સુનાવણી 19 સપ્ટેમ્બરે થશે.

આ પણ વાંચો: PM મોદી 3 દેશોના પ્રવાસ પર રવાના, G-7 સમીટ બાદ UAE અને બહરીન જશે

નીરવ મોદી હાલમાં જ વર્લ્ડ કપ મેચ જોવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન યૂકેમાં રહનારા ભારતીયોએ નીરવ મોદી સામે નારેબાજી કરી હતી. નીરવ મોદીએ વિરોધ પછી મીડિયા સાથે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, લંડનમાં તેમના કોર્ટની સુનાવણી ચાલી રહી છે. વર્લ્ડ કપ દરમિયાન કિંગફિશરના માલિક વિજય માલ્યાને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સ્ટેડિયમમાં લોકોએ વિજય માલ્યા સામે ભાગેડુની નારેબાજી લગાવી હતી.

Nirav Modi gujarati mid-day