મોદી આજે ડિજિટલ પેમેન્ટ પ્લૅટફૉર્મ ઈ-રૂપી લોન્ચ કરશે

02 August, 2021 09:11 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઈ-રૂપી એ પ્રીપેડ ઈ-વાઉચર છે

ફાઈલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ૨ ઑગસ્ટના રોજ વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઈ-રૂપી ડિજિટલ પેમેન્ટ પ્લૅટફૉર્મ લોન્ચ કરશે. ઈ-રૂપી એ પ્રીપેડ ઈ-વાઉચર છે. જે એનપીસીઆઇ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ડિજિટલ પેમેન્ટ પ્લૅટફૉર્મ ચુકવણીને સંપૂર્ણપણે કૅશલેસ અને કૉન્ટૅક્ટલેસ બનાવશે.

ઈ-રૂપી ક્યુઆર કોડ અથવા એસએમએસ સ્ટ્રિંગ પર આધારિત ઈ-વાઉચર તરીકે કાર્ય કરે છે, જે લાભાર્થીઓના મોબાઇલ ફોનમાં પહોંચાડવામાં આવે છે. ઈ-રૂપી પ્લૅટફૉર્મ વપરાશકર્તાઓને કાર્ડ, ડિજિટલ પૅમેન્ટ અૅપ અથવા ઇન્ટરનેટ બૅન્કિંગ એક્સેસ કર્યા વગર વાઉચરને રીડિમ કરવાની મંજૂરી આપશે. આ ડિજિટલ પ્લૅટફૉર્મ ખાતરી કરે છે કે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ જ સર્વિસ પ્રોવાઇડરને ચુકવણી કરવામાં આવે છે. પ્રીપેડ હોવાથી તે કોઈ પણ મધ્યસ્થીની સંડોવણી વિના સેવા પ્રદાતાને સમયસર ચુકવણીની ખાતરી આપે છે.

national news new delhi narendra modi