વારંવાર સેનાનું અપમાન કરી રહ્યા છે વિપક્ષ, જનતા માફ નહીં કરે: મોદી

22 March, 2019 02:01 PM IST  | 

વારંવાર સેનાનું અપમાન કરી રહ્યા છે વિપક્ષ, જનતા માફ નહીં કરે: મોદી

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર સવારે વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો. એમણે કહ્યું કે વિપક્ષ વારંવાર અમારી સેનાનું અપમાન કરે છે અને જનતા એના માટે એમને માફ નહીં કરે. એમણે જનતાથી અપિલ કરી છે કે તેઓ વિપક્ષના નેતાઓથી એમના નિવેદન પર સવાલ કરે. એમણે કહ્યું કે વિપક્ષને કહો કે 130 કરોડ ભારતીય વિપક્ષની હરકતોને નહીં તો ભૂલશે અને માફ પણ નહીં કરે. #JantaMaafNahiKaregi

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના ગણાતા સૅમ પિત્રોડાએ બાલાકોટમાં થયેલા એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતા. એમણે પાકિસ્તાનમાં ઘુસીને ભારતીય વાયુસેનાની કાર્યવાહી પર સવાલ ઉચક્યા અને લગભગ 300 આતંકવાદીના મૃત્યુના દાવા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. એના પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'કૉંગ્રેસ અધ્યક્ષના સૌથી વિશ્વસનીય સલાહકાર અને ગાઈડે કૉંગ્રેસ તરફથી પાકિસ્તાનના નેશનલ ડે સેલિબ્રેશનની જોરદાર શરૂઆત કરી દીધી છે. આ દુર્ઘટના એ છે કે આ બધું સૈન્યના અપમાનથી થયું છે. શરમજનક! '

આ પણ વાંચો : હવે સૅમ પિત્રોડાએ એર સ્ટ્રાઈક સામે ઉઠાવ્યા સવાલ કહ્યું,'આતંકીઓ મર્યા તો દેખાયા કેમ નહીં'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસની રાજકીય વંશીય રાજકારણનો પણ ઉલ્લેખ કર્યો હતો. એમણે એક ટ્વિટમાં લખ્યું રાજકીય વંશના વિશ્વસનીય દરબારીએ એ જ વાત કહી, જે દેશ અને જનતા જાણે છે. કૉંગ્રેસ આતંકવાદીઓને પાઠ શીખવવા નથી માંગતી. આ નવું ભારત છે. અમે તે જ ભાષામાં આતંકવાદીઓનો જવાબ આપીશું, તેઓ જે ભાષા સમજે છે.

narendra modi national news terror attack rahul gandhi congress indian army