વડા પ્રધાન મોદીની પાકિસ્તાની બહેને રાખડી મોકલીને ૨૦૨૪ની ચૂંટણી માટે શુભેચ્છા પણ આપી

08 August, 2022 09:12 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કમર શેખે મોદીને પત્ર લખીને તેમના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરવા સાથે ૨૦૨૪ની ચૂંટણી જીતવાની આશા વ્યક્ત કરી છે

ફાઇલ તસવીર

રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખે તેમને રાખડી મોકલી છે તથા એની સાથે વર્ષ ૨૦૨૪ની ચૂંટણી માટે શુભેચ્છા પણ પાઠવી હતી. કમર શેખે કહ્યું છે કે તેણે તમામ તૈયારીઓ કરી લીધી છે અને તેને આશા છે કે આ વખતે તે વડા પ્રધાન મોદીને મળી શકશે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે આ વખતે વડા પ્રધાન મોદી મને દિલ્હી બોલાવશે. મેં એ માટેની બધી તૈયારી કરી લીધી છે. મેં ઍમ્બ્રોઇડરીવાળી રેશમની રિબિનનો ઉપયોગ કરીને મારી જાતે આ રાખડી બનાવી છે. કમર શેખે મોદીને પત્ર લખીને તેમના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરવા સાથે ૨૦૨૪ની ચૂંટણી જીતવાની આશા વ્યક્ત કરી છે. કમર શેખે મોદીને ગયા વર્ષે પણ રાખડી અને કાર્ડ મોકલ્યાં હતાં.

national news narendra modi india pakistan raksha bandhan