વિકાસશીલ ભારતની તસવીર છે એક્સપ્રેસવે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

12 February, 2023 05:16 PM IST  |  Dausa | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાને રાજસ્થાનમાં કર્યું દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન : નરેન્દ્ર મોદીએ પૂર્વ રાજસ્થાનના દૌસાના ધનાવર ગામમાં જનસભાને સંબોધિત કરી

તસવીર સૌજન્ય : પી.ટી.આઇ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે ​​રાજસ્થાન (Rajasthan)ના દૌસા (Dausa)માં લગભગ ૧,૪૦૦ કિલોમીટરના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (Delhi – Mumbai Expressway)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. એક્સપ્રેસ વેના ૨૪૬ કિમીના દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનના પૂર્ણ થવાથી દિલ્હી (Delhi)થી જયપુર (Jaipur)ની મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટીને લગભગ સાડા ત્રણ કલાક થઈ જશે. આ રોડના નિર્માણથી સમગ્ર પ્રદેશમાં આર્થિક વિકાસની તકો વધવાની પણ અપેક્ષા છે, તેમ વડાપ્રધાને કહ્યું હતું.

આજે પૂર્વી રાજસ્થાનના દૌસાના ધનાવર ગામમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અભ્યાસ દર્શાવે છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધુ રોકાણ તરફ દોરી જાય છે. સબકા સાથ, સબકા વિકાસ એ રાષ્ટ્ર માટે અમારો મંત્ર છે, અમે તેનું પાલન કરીએ છીએ.’ તેમણે `સક્ષમ ભારત` રૂટનું ઉદ્ઘાટન કરવા માટે રિમોટનું બટન દબાવ્યું હતું. પીએમએ એક્સપ્રેસ વેને "વિકાસશીલ ભારતનું ચિત્ર" ગણાવ્યું.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો દિલ્હી-દૌસા-લાલસોટ પટ્ટો ૨૪૬ કિલોમીટર લાંબો છે. જે ૧૨,૧૭૩ કરોડ રુપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો - દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે-૧ની શું છે ખાસિયત? વડાપ્રધાન આજે કરશે ઉદ્ધાટન

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ૨૪૭ કિલોમીટર લાંબા નેશનલ હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. જે ૫,૯૪૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં ૨,૦૦૦ કરોડ રુપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર બાંડીકુઇથી જયપુર સુધીનો ૬૭ કિમી લાંબો ફોર-લેન બ્રાન્ચ રોડ, કોટપુતલીથી બારોડાનિયો આશરે ૩,૭૭૫ કરોડ રુપિયા અને ૧૫૦ કરોડ રુપિયાના ખર્ચે વિકસાવવામાં આવનાર છે. લાલસોટ-કરૌલી વિભાગની લેન પેવ્ડ શોલ્ડરનો સમાવેશ થાય છે.

આ સમારોહમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari), કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહ (V. K. Singh), કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ (Gajendra Singh) અને અન્ય નેતાઓ મંચ પર હાજર હતા.

આ પણ વાંચો - ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી થાણે સ્ટેશન પાંચ મિનિટમાં

રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) અને હરિયાણા (Haryana)ના તેમના સમકક્ષ મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar)એ વીડિયો લિંક દ્વારા કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

national news mumbai new delhi narendra modi rajasthan