PM મોદીને રાખડી બાંધવા પહોંચી 'પાકિસ્તાની બહેન'

15 August, 2019 01:00 PM IST  |  અમદાવાદ

PM મોદીને રાખડી બાંધવા પહોંચી 'પાકિસ્તાની બહેન'

PM મોદીને રાખડી બાંધવા પહોંચી 'પાકિસ્તાની બહેન'

PM મોદીની પાકિસ્તાની બહેન ઈચ્છે છે કે તેમને નોબલ પ્રાઈઝ મળે. 24 વર્ષથી પીએમ મોદીને રાખડી બાંધી રહેલા કમર મોહસિન શેખનું માનવું છે કે મોદી દુનિયામાં શાંતિ અને વિકાસ માટે મહત્વનું પગલું લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી જ્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક અને બાદમાં ભાજપના કાર્યકર્તાના રૂપમાં ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે કમર જહાંએ તેમને રાખડી બાંધતા તેઓ રાજ્યના મુખ્યમંત્રી બને તેવી કામના કરી તો મોદીએ હસતા હસતા કહ્યું હતું કે તેમને કાર્યકર્તા જ રહેવા દો. રાજ કાજ તેમને માફક નથી આવતું.

ગુજરાતની રાજનીતિનું ચક્ર એવું ફર્યું કે વિપરીત સ્થિતિમાં મોદીને રાજ્યની કમાન સંભાળવી પડી અને મોદીએ પોતાના જ અંદાજમાં રાજ્યના વિકાસને ગતિ આપી. કમર જહાં જણાવે છે કે એક રક્ષાબંધન પર તેમને રાખડી બાંધતા તેમણે દેશના વડાપ્રધાન બનાવાની દુઆ કરી તો તેઓ હસવા લાગ્યા હતા.


કમર જહાં મૂળ કરાંચીના છે, તેઓ પોતાના પરિવાર સાથે અમદાવાદ આવીને વસી ગયા હતા. આ રક્ષાબંધન પર કમર જહાંએ વડાપ્રધાન મોદી માટે નોબલ પુરસ્કારની દુઆ કરી છે, તેમનું માનવું છે કે જ્યારે સાચા દિલથી દુઆ કરવામાં આવે તો પુરી થાય છે. મોદી આતંકવાદ, ભ્રષ્ટાચાર, ગરીબી જેવી સમસ્યાઓને ખતમ કરવા માટે ઝઝૂમી રહ્યા છે. દુનિયાના કલ્યાણ માટે તેમને નોબલ પ્રાઈઝ મળવું જોઈએ.

આ પણ જુઓઃ પરેશ ધાનાણીઃ સાદુ જીવ અને ઉચ્ચ વિચાર ધરાવતા જનતાના નેતા

પાકિસ્તાન વસેલા ભાઈઓને મળવા તરસી બહેનો
ભારત પાકિસ્તાનના વર્ષ 1971ના યુદ્ધ બાદ સિંધના ચેલ્લાર ગામથી આવીને ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણમાં આવીને એવી અનેક બહેનો વસેલી છે. જે આજે પણ પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે પાકિસ્તાન નથી જઈ શકતી. 1918માં તેમના ભારતની નાગરિકતા મળી ગઈ અને તેઓ અહીં સ્થાયી થઈ ચુક્યા છે, પાકિસ્તાન તેમને વિઝા નથી આપતું એટલે તેઓ પોતાના ભાઈને નથી મળી શકતા.

narendra modi national news