પરેશ ધાનાણીઃ સાદુ જીવન અને ઉચ્ચ વિચાર ધરાવતા જનતાના નેતા

Updated: Aug 15, 2019, 13:01 IST | Falguni Lakhani
 • એક એવા નેતા જેમને જનતાએ ખેડૂતોની વચ્ચે જોયા છે. પોતાના સ્કૂટર પર પ્રચાર કરવા માટે જતા જોયા છે. ગ્રામજનો વચ્ચે બેસીને અડાળીમાં ચા પીતા જોયા છે. જેઓ ખરા અર્થમાં જનતાના નેતા છે. તેઓ છે પરેશ ધાનાણી.

  એક એવા નેતા જેમને જનતાએ ખેડૂતોની વચ્ચે જોયા છે. પોતાના સ્કૂટર પર પ્રચાર કરવા માટે જતા જોયા છે. ગ્રામજનો વચ્ચે બેસીને અડાળીમાં ચા પીતા જોયા છે. જેઓ ખરા અર્થમાં જનતાના નેતા છે. તેઓ છે પરેશ ધાનાણી.

  1/21
 • આજે ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષનો જન્મદિવસ છે. કોંગ્રેસના આ યુવા નેતાએ સાદુ જીવન અને ઉચ્ચ વિચારના સિદ્ધાંતને જીવનમાં ઉતાર્યો છે.

  આજે ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષનો જન્મદિવસ છે. કોંગ્રેસના આ યુવા નેતાએ સાદુ જીવન અને ઉચ્ચ વિચારના સિદ્ધાંતને જીવનમાં ઉતાર્યો છે.

  2/21
 • ધાનાણી સતત લોકોની વચ્ચે રહેતા નેતા છે. તેમની સાથે ખભેથી ખભો મિલાવીને ઉભા રહે છે અને તેમની મુશ્કેલીઓને સમજે છે.

  ધાનાણી સતત લોકોની વચ્ચે રહેતા નેતા છે. તેમની સાથે ખભેથી ખભો મિલાવીને ઉભા રહે છે અને તેમની મુશ્કેલીઓને સમજે છે.

  3/21
 • ધાનાણી કોઈ રાજકીય વારસો ન ધરાવતા હોવા છતા પોતાના કામના કારણે નેતા વિપક્ષના પદ સુધી પહોંચ્યા છે.

  ધાનાણી કોઈ રાજકીય વારસો ન ધરાવતા હોવા છતા પોતાના કામના કારણે નેતા વિપક્ષના પદ સુધી પહોંચ્યા છે.

  4/21
 • 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી તેમાં ધાનાણીનો મહત્વનો ફાળો છે.

  2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી તેમાં ધાનાણીનો મહત્વનો ફાળો છે.

  5/21
 • અમરેલીના કદાવર નેતા ધાનાણીએ ભાજપના મજબૂત ગણાતા ગઢ સૌરાષ્ટ્રમાં ભાજપને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

  અમરેલીના કદાવર નેતા ધાનાણીએ ભાજપના મજબૂત ગણાતા ગઢ સૌરાષ્ટ્રમાં ભાજપને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

  6/21
 • 15 ઑગસ્ટ 1976ના દિવસે પરેશ ધાનાણીનો જન્મ થયો હતો. તેમના પિતા અમરેલી જિલ્લા સહકારી બેન્કમાં નોકરી કરતા હતા.

  15 ઑગસ્ટ 1976ના દિવસે પરેશ ધાનાણીનો જન્મ થયો હતો. તેમના પિતા અમરેલી જિલ્લા સહકારી બેન્કમાં નોકરી કરતા હતા.

  7/21
 • ધાનાણીના પિતા ધીરૂ ભગતના નામે જાણીતા હતા. જેમના સંસ્કાર અને સાલસ સ્વભાવની મૂડી પરેશ ધાનાણીને વારસામાં મળ્યા હતા.

  ધાનાણીના પિતા ધીરૂ ભગતના નામે જાણીતા હતા. જેમના સંસ્કાર અને સાલસ સ્વભાવની મૂડી પરેશ ધાનાણીને વારસામાં મળ્યા હતા.

  8/21
 • ધાનાણી વિદ્યાર્થી કાળથી જ NSUI અને યુથ કોંગ્રેસમાં સક્રિય હતા. વર્ષ 2000માં ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે સમાજસેવા માટે રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું.

  ધાનાણી વિદ્યાર્થી કાળથી જ NSUI અને યુથ કોંગ્રેસમાં સક્રિય હતા. વર્ષ 2000માં ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે સમાજસેવા માટે રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું.

  9/21
 • 2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધાનાણી ભાજપના ધુરંધર નેતા પરષોત્તમ રૂપાલા સામે ઉભા રહ્યા.

  2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધાનાણી ભાજપના ધુરંધર નેતા પરષોત્તમ રૂપાલા સામે ઉભા રહ્યા.

  10/21
 • એક તરફ ત્રણ વખતથી સતત જીતતા આવતા રૂપાલા અને બીજી તરફ માત્ર 26 વર્ષના ધાનાણી. સૌને એમ હતું કે ધાનાણીની રાજકીય કારકીર્દિ શરૂ થતા પહેલા જ ખતમ થઈ જશે.

  એક તરફ ત્રણ વખતથી સતત જીતતા આવતા રૂપાલા અને બીજી તરફ માત્ર 26 વર્ષના ધાનાણી. સૌને એમ હતું કે ધાનાણીની રાજકીય કારકીર્દિ શરૂ થતા પહેલા જ ખતમ થઈ જશે.

  11/21
 • પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે તમામ લોકો અચંબામાં હતા. કારણ કે ધાનાણીએ રૂપાલાને 16 હજારથી વધુ મતોથી હરાવી દીધા.

  પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે તમામ લોકો અચંબામાં હતા. કારણ કે ધાનાણીએ રૂપાલાને 16 હજારથી વધુ મતોથી હરાવી દીધા.

  12/21
 • ધાનાણી માટે આ જીત મહત્વની બની રહી. અને તેમને કોંગ્રેસમાં મહત્વનું સ્થાન મળ્યું.

  ધાનાણી માટે આ જીત મહત્વની બની રહી. અને તેમને કોંગ્રેસમાં મહત્વનું સ્થાન મળ્યું.

  13/21
 • 2007માં ધાનાણી ભાજપના બીજા ધુરંધર નેતા દિલીપ સંઘાણી સામે માત્ર 4, 000 મતોથી હાર્યા. પરંતુ 2012માં તેમણે આ હારનો બદલો લીધો.

  2007માં ધાનાણી ભાજપના બીજા ધુરંધર નેતા દિલીપ સંઘાણી સામે માત્ર 4, 000 મતોથી હાર્યા. પરંતુ 2012માં તેમણે આ હારનો બદલો લીધો.

  14/21
 • 2017માં ધાનાણીએ ભાજપના ધુરંધર નેતા બાવકુભાઈ ઉંઘાડને હાર આપી. અને વિધાનસભામાં નેતા વિપક્ષના પદ સુધી પહોંચ્યા.

  2017માં ધાનાણીએ ભાજપના ધુરંધર નેતા બાવકુભાઈ ઉંઘાડને હાર આપી. અને વિધાનસભામાં નેતા વિપક્ષના પદ સુધી પહોંચ્યા.

  15/21
 • 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ધાનાણી ઉભા રહ્યા હતા. જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેમની લોકપ્રિયતામાં જરાય ઘટાડો નથી થયો.

  2019ની લોકસભા ચૂંટણીમાં પણ ધાનાણી ઉભા રહ્યા હતા. જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેમની લોકપ્રિયતામાં જરાય ઘટાડો નથી થયો.

  16/21
 • ધાનાણી લોકો સાથે સતત જીવંત સંપર્કમાં રહે છે. સમસ્યા સ્થાનિકોની હોય કે ખેડૂતોની. તેમની વચ્ચે જઈને સાંભળે છે અને સમાધાન લાવવાનો પ્રયાસ કરે છે.

  ધાનાણી લોકો સાથે સતત જીવંત સંપર્કમાં રહે છે. સમસ્યા સ્થાનિકોની હોય કે ખેડૂતોની. તેમની વચ્ચે જઈને સાંભળે છે અને સમાધાન લાવવાનો પ્રયાસ કરે છે.

  17/21
 • વિધાનસભાના સત્ર દરમિયાન પણ પરેશ ધાનાણી સતત એક્ટિવ રહે છે અને પ્રજાના પ્રશ્નો મામલે સરકારનો રજૂઆત કરતા રહે છે.

  વિધાનસભાના સત્ર દરમિયાન પણ પરેશ ધાનાણી સતત એક્ટિવ રહે છે અને પ્રજાના પ્રશ્નો મામલે સરકારનો રજૂઆત કરતા રહે છે.

  18/21
 • પરેશ ધાનાણી માટીના માણસ છે. તેઓ ઘણીવાર લોકોની વચ્ચે પણ જોવા મળે છે. એક કાર્યક્રમ દરમિયાન તેઓ રસોડામાં રસોઈ કરતા પણ જોવા મળ્યા હતા.

  પરેશ ધાનાણી માટીના માણસ છે. તેઓ ઘણીવાર લોકોની વચ્ચે પણ જોવા મળે છે. એક કાર્યક્રમ દરમિયાન તેઓ રસોડામાં રસોઈ કરતા પણ જોવા મળ્યા હતા.

  19/21
 • અમરેલીમાં પણ તેઓ સાદુ જીવન જીવે છે. ચૂંટણી પ્રચાર કરવા માટે પણ તેઓ સ્કૂટર પર નીકળતા હતા. તેમને સંતાનમાં બે પુત્રીઓ છે.

  અમરેલીમાં પણ તેઓ સાદુ જીવન જીવે છે. ચૂંટણી પ્રચાર કરવા માટે પણ તેઓ સ્કૂટર પર નીકળતા હતા. તેમને સંતાનમાં બે પુત્રીઓ છે.

  20/21
 • પરેશ ધાનાણી પોતે ખેડૂત હોવાના કારણે ખેડૂતોની સમસ્યાને સારી રીતે સમજે છે અને તેમને દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. આવા નેતા વિપક્ષને Gujaratimidday.com તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

  પરેશ ધાનાણી પોતે ખેડૂત હોવાના કારણે ખેડૂતોની સમસ્યાને સારી રીતે સમજે છે અને તેમને દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. આવા નેતા વિપક્ષને Gujaratimidday.com તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

  21/21
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાત વિધાનસભાના તેજ તર્રાર નેતા વિપક્ષ એટલે પરેશ ધાનાણી. આજે તેમનો જન્મદિવસ છે. ત્યારે ચાલો જાણીએ તેમને જીવનને અને કેવી રીતે તેઓ બન્યા જનતાના નેતા..
(તસવીર સૌજન્યઃ પરેશ ધાનાણી ફેસબુક)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK