UNના સફળ પ્રવાસ બાદ આજે દેશ પરત ફરશે PM, ભવ્ય સ્વાગતની છે તૈયારી

28 September, 2019 02:45 PM IST  |  નવી દિલ્હી

UNના સફળ પ્રવાસ બાદ આજે દેશ પરત ફરશે PM, ભવ્ય સ્વાગતની છે તૈયારી

ફાઈલ ફોટો

અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રના સફળ પ્રવાસ બાદ પાછા ફરી રહેલા વડાપ્રધાન મોદીનું આજે દિલ્હીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પાલમ એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા વડાપ્રધાન મોદીના સ્વાગત માટે હાજર રહેશે. અહીં વડાપ્રધાન મોદીના સ્વાગતમાં અલગ અલગ રાજ્યોના કલાકારો પણ તેમના રાજ્યની સંસ્કૃતિને રજૂ કરવા માટે હાજર રહેશે. જે બાદ દિલ્હીમાં તેમનો એક ભવ્ય રોડ શો હશે. જે બાદ દિલ્હી પોલીસે બધી તૈયારીઓ કરી લીધી છે.

જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી 29 સપ્ટેમ્બરેની રાત્રે અમેરિકાના હ્યૂસ્ટનના આયોજિત થનારા હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થવા માટે રવાના થયા હતા. જ્યાં તેમનું જોરદાર સ્વાગત થયું હતું. આ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવ્યા હતા. જે બાદ તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક માટે રવાના થયા હતા. અને ત્યાં સંબોધન કર્યું હતું.

દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગતની તૈયારી
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મોદીએ શાનદાર ભાષણ આપ્યું. જે બાદ શનિવારે સાંજે તેઓ દિલ્હી પહોંચશે. ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ એક વાગે ન્યૂયૉર્કથી ફ્રેન્ડફર્ટ માટે રવાના થઈ ચુક્યા છે. ફ્રેન્ક ફર્ટમાં થોડો સમય માટે વિરામ કર્યા બાદ તેઓ ભારત આવવા માટે ઉડાન ભરશે.

દિલ્હી પહોંચવા પર ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી સહિતના અનેક નેતાઓ એરપોર્ટ પર સ્વાગત માટે હાજર રહી શકે છે. પ્રદેશ મહામંત્રી રાજેશ ભાટિયાએ જણાવ્યું કે, સૌ કોઈ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે તૈયાર છે. મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર પહોંચશે. વડાપ્રધાન મોદી જે રસ્તેથી તેમના આવાસે પહોંચશે તેને પણ સજાવવામાં આવશે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી.આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

દિલ્હી પોલીસ તૈયાર
રાજધાનીમાં થનારા રોડ શો માટે દિલ્હી પોલીસે કમર કસી લીધી છે. રોડ શોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ તૈયારીઓ કરી લેગવામાં આવી છે. સંદિગ્ધ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

narendra modi delhi united nations