હું સાધ્વી પ્રજ્ઞાને ક્યારેય માફ નહીં કરું- વડાપ્રધાન મોદી

17 May, 2019 04:32 PM IST  |  નવી દિલ્હી

હું સાધ્વી પ્રજ્ઞાને ક્યારેય માફ નહીં કરું- વડાપ્રધાન મોદી

હું સાધ્વી પ્રજ્ઞાને ક્યારેય માફ નહીં કરું- વડાપ્રધાન મોદી

લોકસભા ચૂંટણી 2019ના સાતમા ચરણ માટે 19 મેએ મતદાન થવાનું છે. આ પહેલા જ વડાપ્રધાન મોદીએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને લઈને એક નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશના ભોપાલથી ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરને લઈને PM મોદીએ કહ્યું છે કે તેઓ તેમને ક્યારેય માફ નહીં કરે.

હાલમાં જ સાધ્વીએ મહાત્મા ગાંધીને ગોળી મારનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. આ નિવેદન બાદ દેશભરમાં સાધ્વી અને ભાજપના સ્ટેન્ડને લઈને તમામ વિપક્ષી પાર્ટીઓએ બબાલ કરી હતી. ભાજપે આ નિવેદન માટે સાધ્વી પ્રજ્ઞા સાથે છેડો ફાડી લીધો હચો અને તેમને માફી માંગવાનું કહ્યું હતું. જો કે તો પણ લાગી રહ્યું છે કે સાધ્વીને લઈને વડાપ્રધાન મોદીનો ગુસ્સો શાંત નથી થયો.

ભાજપે પોતાના ટ્વિટ્ટર હેન્ડલ પરથી વડાપ્રધાન મોદીનું એક નિવેદન ટ્વીટ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 'ગાંધીજી કે ગોડસે વિશે જે નિવેદન આપવામાં આવ્યું છે તે ખૂબ જ ખરાબ છે અને સમાજ માટે ખૂબ જ ખોટુ છે. એ અલગ વાત છે કે તેમણે માફી માંગી લીધી, પરંતુ હું તેમને ક્યારેય મનથી માફ નહીં કરી શકું: પીએમ મોદી'

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ પ્રકરણ : સ્વસ્થતા બન્ને પક્ષે આવકાર્ય છે, તંદુરસ્તી બન્ને પક્ષે અનિવાર્ય છે

વડાપ્રધાન મોદીની તરફથી જે રીતનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, તેનાથી સાફ છે કે મહાત્મા ગાંધીના સંબંધોમાં જે રીતે નિવેદન બાજી કરવામાં આવી તેનાથી તેઓ દુઃખી છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કેટલાક દિવસ પહેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીના હત્યારા ગોડસે સૌથી મોટા દેશભક્ત હતા અને જે લોકો તેમને આતંકવાદી કહે છે, તેઓ આત્મમંથન કરે. જે બાદ સાધ્વીએ માફી પણ માંગી હતી.

narendra modi sadhvi pragya singh thakur Loksabha 2019