પશ્ચિમ બંગાળ પ્રકરણ : સ્વસ્થતા બન્ને પક્ષે આવકાર્ય છે, તંદુરસ્તી બન્ને પક્ષે અનિવાર્ય છે

Published: May 17, 2019, 12:40 IST | મનોજ નવનીત જોષી મેરે દિલ મેં આજ ક્યા હૈ? | મુંબઈ

સામાન્ય રીતે આવું બનતું નથી, પણ આ વખતે બન્યું. ઇલેક્શન કમિશને પશ્ચિમ બંગાળમાં લગભગ ૧૯ કલાક વહેલી આચારસંહિતા લાગુ કરીને પ્રચારકાર્ય વહેલું આટોપી લેવાની સૂચના આપી દીધી છે.

સામાન્ય રીતે આવું બનતું નથી, પણ આ વખતે બન્યું. ઇલેક્શન કમિશને પશ્ચિમ બંગાળમાં લગભગ ૧૯ કલાક વહેલી આચારસંહિતા લાગુ કરીને પ્રચારકાર્ય વહેલું આટોપી લેવાની સૂચના આપી દીધી છે. આ સૂચના દર્શાવે છે કે લોકશાહીની સ્વસ્થતા અને તંદુરસ્તી જોખમમાં છે. વાંક કોનો છે અને તકલીફ કોને પડી એ વિશે કોઈ વાત અત્યારે આપણે કરવાની થતી નથી. આપણે વાત કરવાની એ દિશામાં થાય છે કે આવી ઘટના ઘટે એ શું લોકશાહી માટે યોગ્ય છે ખરું? પ્રચાર વહેલો બંધ થઈ જાય એનાથી કોઈ ફરક પડવાનો નથી. યાદ રાખજો કે ક્યારેય એવી કોઈ વાતથી ફરક પડતો નથી, પણ ફરક ત્યારે પડે છે જ્યારે આવી ઘટનાના લિસોટા અકબંધ રહી ગયા હોય છે. અંગત રીતે મારું માનવું છે કે આ રીતે પ્રચારકાર્ય બંધ કરાવવાથી મમતા બૅનરજી પણ પોતાનો પક્ષ વધારે સારી રીતે સ્પષ્ટ નહીં કરી શકે કે ન તો નરેન્દ્ર મોદી પણ પોતાની વાત પશ્ચિમ બંગાળની એકેક વ્યક્તિ સુધી પહોંચાડી શકે.

સ્પષ્ટતા જીવનમાં આવશ્યક છે. ગેરસમજ જ્યારે વાતાવરણમાં હોય ત્યારે સ્પષ્ટતા બહુ જરૂરી બની જાય છે. બીજેપીના પ્રેસિડન્ટ અમિત શાહની રૅલી સમયે થયેલાં તોફાનો પછી ગેરસમજણ પશ્ચિમ બંગાળના વાતાવરણમાં ઘોળાયેલી છે એવા સમયે બન્ને પક્ષો પોતપોતાનાં સૂત્રો દ્વારા આ ગેરસમજ દૂર કરવાની કોશિશ કરે છે અને કરતા રહેશે, પણ એમ છતાં સામાન્ય નાગરિકો સુધી એ સ્પષ્ટતા કેટલી અસરકારક રીતે પહોંચી રહી છે એ વિશે બધા અંધારામાં છે. હું કહીશ કે ઇલેક્શન-કૅમ્પેન વહેલું બંધ કરી દેવાને બદલે લોકશાહીની તંદુરસ્તી માટે ઇલેક્શન કમિશને તાત્કાલિક આ ઘટનાની તપાસનો રર્પિોટ જાહેર કરવાની જરૂર હતી. જો એવું થયું હોત તો ચોક્કસપણે દોષી મુદ્દાઓ સામે આવી ગયા હોત. રાજકારણમાં ક્યારેય કોઈ વ્યક્તિગત રીતે દોષી નથી હોતું, એમાં હંમેશાં સમય અને સંજોગો વધારે દોષી હોય છે, વધારે કસૂરવાર હોય છે.

પશ્ચિમ બંગાળ આ વખતે દરેક તબક્કામાં જલદ રીતે વત્ર્યું છે. આ જે જલદ પ્રતિક્રિયા મળતી હતી ત્યારે જ સૌકોઈએ સમજવાની જરૂર હતી કે બાકીના ભારતવર્ષની જેમ પશ્ચિમ બંગાળને સંભાળી નહીં શકાય અને એટલે જ પશ્ચિમ બંગાળમાં પ્રચારકાર્ય પર અમુક પ્રકારનાં બંધનો આવશ્યક બની જતાં હતાં. જો એ પ્રચાર સમયે જ મૂકી દેવામાં આવ્યાં હોત તો લોકશાહીની આબરૂ આ પ્રકારે ખરડાઈ ન હોત, જો એ પ્રચારના તબક્કા દરમ્યાન જ લાગુ કરી દેવામાં આવ્યા હોત તો એ પશ્ચિમ બંગાળની શાખ પણ અકબંધ રહી ગઈ હોત. અગાઉ કહ્યું એમ, પશ્ચિમ બંગાળ સામાન્ય રીતે ઍક્શન લેવામાં કે રીઍક્શન લેવામાં માનતું નથી, પણ આ વખતે એણે જે રીતે સામે ઘુરકિયાં કયાર઼્ છે એ દેખાડે છે કે અહીં પૉલિટિકલ પાર્ટીઓ જ જવાબદાર બની છે.

આ પણ વાંચોઃ ભાવક અને યાચક : તમારા કર્મને તમે કઈ રીતે જુઓ છો એ બહુ મહત્વનો મુદ્દો છે

પોતપોતાનો પક્ષ લોકો સુધી વધુ ને વધુ પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક મર્યાદાઓનું ઉલ્લંઘન થયું અને એ ઉલ્લંઘનનું પરિણામ એ આવ્યું કે ઇલેક્શન-કૅમ્પેન ૧૯ કલાક પહેલાં, ઑલમોસ્ટ એક દિવસ પહેલાં જ બંધ કરી દેવાનો આદેશ ઇલેક્શન કમિશને આપી દીધો. આ આદેશ એ હકીકતમાં તો લોકશાહીના આત્માને સનેપાત ઊભો કરનારો છે. લોકશાહી તો કશું બોલી નથી શકવાની. જોઈએ, લોકશાહી ઇચ્છનારા મતદારો આનો જવાબ કેવી પ્રતિક્રિયા સાથે આપે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK