રાજ્યસભામાં PM મોદીનું સંબોધન, કહ્યું- આપણે NCP-BJD પાસેથી શીખવું જોઈએ

18 November, 2019 04:05 PM IST  |  New Delhi

રાજ્યસભામાં PM મોદીનું સંબોધન, કહ્યું- આપણે NCP-BJD પાસેથી શીખવું જોઈએ

રાજ્યસભામાં વડાપ્રધાન મોદી

સંસદનું શિયાળું સત્ર આ વખતે ઐતિહાસિક છે. ઉપરના સદન રાજ્યસભામાં સોમવારે 250માં સત્રની શરૂઆત થઈ. આ મોકા પર વડાપ્રધાન મોદીએ સદનને સંબોધન કર્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે 250 સત્રો વચ્ચે જે યાત્રા ચાલી છે, હું તેને નમન કરું છું. પોતાના સંબોધનમાં છેલ્લે છેલ્લે વડાપ્રધાન કાંઈક એવું કહ્યું કે જેનાથી રાજનૈતિક ગલિયારાઓમાં હલચલ મચી ગઈ છે.

વડાપ્રધાન મોદીએ 250માં સત્ર દરમિયાન શરદ પવરાની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આપણે સદનમાં વિક્ષેપના બદલે સંવાદો રસ્તો અપનાવવો જોઈએ. એનસીપી-બીજેડીની વિશેષતા એ છે કે બંનેએ નક્કી કર્યુ છે કે તેઓ સદનમાં વેલમાં નહીં જાય.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણે તમામ રાજનૈતિક દળોએ શીખવું જોઈએ કે આ નિયમનું પાલન કરવું જોઈએ. આપણે આ પાર્ટીઓનો ધન્યવાદ કરવો જોઈએ. જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે પણ તેઓ કામ કરતા હતા. પરંતુ આ બંને પાર્ટીઓએ ઉદાહરણ આપ્યું છે.

મહત્વનું  છે કે મહારાષ્ટ્રમાં જે રીતે સરકારને લઈને કશમકશ ચાલી રહી છે, એ વચ્ચે પીએમ મોદી દ્વારા એનસીપીના વખાણ કરવા એક સંદેશ આપે છે. ભાજપનો સાથ છોડીને શિવસેના, એનસીપી એને કોંગ્રેસ સાથે આવવા તૈયાર છે પરંતુ અત્યાર સુધી કોઈ ચિત્ર સ્પષ્ટ નથી જોવા મળી રહ્યું.

આ પણ વાંચોઃ રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

શરદ પવાર પણ મહારાષ્ટ્રથી દિલ્હી પહોંચ્યા છે. તેમણે રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લીધો. થોડીવારમાં તેઓ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીને પણ મળવાના છે. જ્યાં સરકારના ગઠન પર ચર્ચા કરશે.

narendra modi nationalist congress party national news