આજે શ્રીલંકાના પ્રવાસે PM મોદી, રાષ્ટ્રપતિ સાથે કરશે વાતચીત

09 June, 2019 09:07 AM IST  |  શ્રીલંકા

આજે શ્રીલંકાના પ્રવાસે PM મોદી, રાષ્ટ્રપતિ સાથે કરશે વાતચીત

શ્રીલંકાના પ્રવાસે PM મોદી

પોતાના વિદેશ પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી આજે શ્રીલંકાના પ્રવાસે જશે. હાલમાં જ થયેલા શ્રેણીબદ્ધ બાદ કોઈ પણ વિદેશી નેતાઓ આ પહેલો શ્રીલંકાનો પ્રવાસ છે. પોતની યાત્રા દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના સાથે વાતચીત કરશે. જે બાદ વડાપ્રધાન મોદી શ્રીલંકાના વિપક્ષના નેતા મહિંદા રાજપક્ષે અને તમિલ નેશનલ અલાયંસના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે.


શ્રીલંકામાં થયા હતા શ્રેણીબદ્ધ ધડાકા
મહત્વનું છે કે શ્રીલંકામાં 21 એપ્રિલે ઈસ્ટરના મોકા પર આતંકી હુમલામાં 257 લોકોના મોત થયા હતા જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 11 ભારતીય નાગરિકો પણ સામેલ હતા. હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ્સએ લીધી હતી. પરંતુ શ્રીલંકાની સરકારે તેમાં સ્થાનિક સંગઠનોનો હાથ ગણાવ્યો હતો.

શનિવારે પોતાના વિદેશ પ્રવાસના પહેલા દિવસે વડપ્રધાન મોદી માલદીવ પહોંચ્યા. આ દરમિયાન ભારત અને માલદીવ વચ્ચે 6 કરાર કરવામાં આવ્યા. માલદીવે વડાપ્રધાન મોદીને તેમનું વિદેશનીઓને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન રૂલ ઑફ નિશાન ઈઝ્ઝુદ્દીન આપ્યું. વડાપ્રધાન મોદીએ આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે સરકારના સમર્થનથી ચાલતો આતંકવાદ આપણા સમયનો સૌથી મોટો પડકાર છે. આ ખતરો એક વિસ્તાર કે દેશ માટે નહીં, સમગ્ર માનવજાત માટે છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીનો માલદીવ પ્રવાસ, જુઓ તસવીરો

વડાપ્રધાન મોદીએ માલદીવની સંસદ મજલિસને પણ સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ દુર્ભાગ્ય છે કે લોકો હજી પણ સારો આતંકી અને ખરાબ આતંકીનો ભેદ કરવાની ભૂલ કરી રહ્યા છે. કૃત્રિમ મતભેદોમાં પડીને અમે ઘણો સમય ગુમાવી દીધો છે. પાણી જ્યારે માથા પરથી નીકળી રહ્યું છે. વડાપ્રધાન એ પણ સાફ કર્યું કે આતંકવાદના પડકાર સામે લડવા માટે તમામ માનવતાવાદી શક્તિઓનુ એકજૂટ થવું જરૂરી છે.

narendra modi sri lanka