કોરોનાને કન્ટ્રોલ કરવા માટે થશે મોટી જાહેરાત? PM મોદી હાઇ લેવલ મીટિંગમાં

04 April, 2021 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૂત્રો પ્રમાણે કોરોના પર પીએમ મોદીએ હાલ એક હાઇ લેવલ મીટિંગ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાની બીજી લહેર સામે લડવા માટે પીએમ મોદી આ બેઠક બાદ કંઇક મોટી જાહેરાત કરી શકે છે.

નરેન્દ્ર મોદી

કોરોનાના વધતા કેસને કારણે દેશમાં ફરી ચિંતાનો માહોલ છે. જે ગતિથી કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, તેને જોતાં લોકોના મનપર લૉકડાઉનના જૂના દિવસોની સ્મૃતિઓ ફરી વળી છે. કોરોનાના સંકટને ધ્યાનમાં રાખતા વેક્સીનેશન અભિયાનની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક હાઇ લેવલ મીટિંગ બોલાવી છે. સૂત્રો પ્રમાણે કોરોના પર પીએમ મોદીએ હાલ એક હાઇ લેવલ મીટિંગ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાની બીજી લહેર સામે લડવા માટે પીએમ મોદી આ બેઠક બાદ કંઇક મોટી જાહેરાત કરી શકે છે.

ન્યૂઝ એજન્સી એએનઆઇએ સૂત્રોના હવાલે સમાચાર આપ્યા છે કે કોરોના સંબંધિત મુદ્દે અને રસીકરણ મામલે સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ-સ્તરીય બેઠક બોલાવી છે. બેઠકમાં કેબિનેટ સચિવ, વડાપ્રધાનના પ્રધાન સચિવ, સ્વાસ્થ્ય સચિવ, ડૉ. વિનોદ પૉલ સહિત બધા વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે આદે જ એટલે કે રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 93 હજારનો આંકડો પાર કરી લીધો છે. એટલે કે આગામી એક-બે દિવસોમાં આ આંકડો લાખ પાર કરી શકે છે.

દેશમાં કોરોનાનો ગ્રાફ
ભારતમાં રવિવારે કોરોના સંક્રમિતના 93,249 નવા મામલા સામે આવ્યા છે જે આ વર્ષે એક દિવસમાં આવેલા સૌથી વધારે કેસ છે. આની સાથે જ દેશમાં સંક્રમિતોનો કુલ આંકડો વધી 1,24,85,509 પહોંચ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યા સપધી જાહેર આંકડા પ્રમાણે 19 સપ્ટેમ્બર પછી કોરોનાવાયરસ સંક્રમિતોના એક દિવસમાં આવેલો આ સૌથી મોટો આંકડો છે. 19 સપ્ટેમ્બરના રોજ કોરોનાના 93337 કેસ સામે આવ્યા હતા. આંકડાઓ પ્રમાણે રવિવારે મહામારીથી 513 વધુ લોકોના જીવ જવાથી મરણાંક વધીને 1,64,623 થયો છે.

સતત 25મા દિવસે વધારો
મંત્રાલયે જણાવ્યું કે સંક્રમિતોની સંખ્યામાં સતત 25મા દિવસે વધારો જોવા મળ્યો છે. દેશમાં હાલ 6,91,597 દર્દીઓ કોવિડ-19ની સારવાર લઈ રહ્યા છે જે સંક્રમળના કુલ કેસના 5.54 ટકા છે. સ્વસ્થ થનારા લોકોની ટકાવારી ઘટીને 93.14 ટકા થઈ છે. દેશમાં 12 ફેબ્રુઆરીના સૌથી ઓછા 1,35,926 લોકો સંક્રમિત હતા જે સંક્રમણના કુલ કેસના 1.25 ટકા હતા. આંકડાઓ પ્રમાણે આ બીમારી અત્યાર સુધી 1,16,29,289 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે જ્યારે મૃત્યુદર 1.32 ટકા છે.

national news narendra modi coronavirus covid19