વડાપ્રધાન મોદી વારાણસીમાં: લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ

06 July, 2019 11:30 AM IST  |  વારાણસી

વડાપ્રધાન મોદી વારાણસીમાં: લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ

લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું PMએ કર્યું અનાવરણ

PM મોદી પોતાની સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે. લગભાગ ચાર કલાકના પ્રવાસમાં વડાપ્રધાન મોદી વારાણસીથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવ્યાપી સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે. કાર્યકર્તાઓ વચ્ચે પહોંચીને મોદી ન માત્ર સંગઠનને નવી ઊર્જા આપશે પરંતુ બજેટના માધ્યમથી નવા ભારતની સંકલ્પનાને લઈને ઉદ્બોધન પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બાબતપુરમાં શાસ્ત્રીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું. પ્રતિમાના અનાવરણના મોકા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે હાજર રહ્યા. સાથે જ લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રી અને સુનીલ શાસ્ત્રી પણ હાજર રહ્યા.

લાંબા સમયથી શાસ્ત્રીજીના ઘર જનપદમાં તેમના નામ પર એરપોર્ટ તેમની પ્રતિમા લગાવવાની માંગ ઉઠી રહી છે. પ્રતિમાના અનાવરણ બાદ વડાપ્રધાન શહેરમાં અન્ય ગવિવિધઓ માટે રવાના થયા. વડાપ્રધાન મોદી પોતાના કાશીને પર્યાવરણની સૌથી મોટી ભેટ આપશએ સાથે ભાજપના વિસ્તરણની જવાબદારી પણ સોંપશે. વડાપ્રધાન કાશીમાં 27 લાખ પૌધારોપણ અભિયાનની શરૂઆત કર્યા બાદ સંગઠનના દેશવ્યાપી સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે સવા દસ વાગ્યાની આસપાસ લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા અને પ્રતિમાનું અનાવરણ કર્યું. વારાણસીમાં આ અભિયાન 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં પહેલી વાર વિકાસની યોજનાઓને ગતિ આપવા માટે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પહોંચ્યા છે. આ દરમિયાન પર્યાવરણના સંરક્ષણની અનેક યોજનાઓને પણ તેઓ જનતાને સમર્પિત કરશે.

આ પણ વાંચોઃ પેનથી કપડા સુધી આ બ્રાન્ડ્સની વસ્તુ વાપરે છે પીએમ નરેન્દ્ર મોદી

narendra modi national news varanasi