પીએમ નરેન્દ્ર મોદી: પેનથી કપડા સુધી આ બ્રાન્ડ્સની વસ્તુ વાપરે છે

Updated: Jul 06, 2019, 11:59 IST | Sheetal Patel
 • જાણો કઈ બ્રાન્ડની ઘડિયાળ - વડા પ્રધાન મોદી મોવાડો બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે જે સ્વિત્ઝરલેન્ડની ફૅમસ બ્રાન્ડ છે. આ ઘડિયાળની રેન્જ 39 હજાર રૂપિયાથી શરૂ થઈને 1 લાખ 90 હજાર રૂપિયા સુધી પહોંચે છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદી ઘડિયાળ ઊંધી પહેરે છે અને તે ઊંધી ઘડિયાળને લકી માને છે.

  જાણો કઈ બ્રાન્ડની ઘડિયાળ - વડા પ્રધાન મોદી મોવાડો બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે જે સ્વિત્ઝરલેન્ડની ફૅમસ બ્રાન્ડ છે. આ ઘડિયાળની રેન્જ 39 હજાર રૂપિયાથી શરૂ થઈને 1 લાખ 90 હજાર રૂપિયા સુધી પહોંચે છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદી ઘડિયાળ ઊંધી પહેરે છે અને તે ઊંધી ઘડિયાળને લકી માને છે.

  1/5
 • લખવા માટે આ બ્રાન્ડની પેન વાપરે છે - મોદી પેન મોં બ્લાંની જ યુઝ કરે છે. આ જર્મનીની વર્લ્ડ ફૅમસ બ્રાન્ડ છે. મોં બ્લાં યુરોપના સૌથી ઊંચા શિખરનું નામ છે. અમિતાભ બચ્ચન, બરાક ઓબામા, દલાઈ લામા, વોરેન બફેથી માંડીને અનેક પાવરફુલ લોકો આ પેનનો ઉપયોગ કરે છે. વડા પ્રધાન જે પેન યુઝ કરે છે તેની કિંમત 1 લાખ 30 હજાર રૂપિયા છે.

  લખવા માટે આ બ્રાન્ડની પેન વાપરે છે - મોદી પેન મોં બ્લાંની જ યુઝ કરે છે. આ જર્મનીની વર્લ્ડ ફૅમસ બ્રાન્ડ છે. મોં બ્લાં યુરોપના સૌથી ઊંચા શિખરનું નામ છે. અમિતાભ બચ્ચન, બરાક ઓબામા, દલાઈ લામા, વોરેન બફેથી માંડીને અનેક પાવરફુલ લોકો આ પેનનો ઉપયોગ કરે છે. વડા પ્રધાન જે પેન યુઝ કરે છે તેની કિંમત 1 લાખ 30 હજાર રૂપિયા છે.

  2/5
 • ચશ્મા આ બ્રાન્ડના વાપરે છે પીએમ મોદી - ચશ્માની વાત કરીએ તો આપણા પીએમ મોદી બુલ્ગરી બ્રાન્ડ પસંદ કરે છેજે ઈટાલિયન બ્રાન્ડ છે. આ કંપનીનું મુખ્ય કામ જ્વેલરી બનાવવાનું છે પરંતુ તે ઘડિયાળ, પરફ્યુમ અને હોટેલ બિઝનેસની વસ્તુ બનાવવાવનું પણ કામ છે. આ ચશ્માની કિંમત 30થી 40,000 રૂપિયા છે.

  ચશ્મા આ બ્રાન્ડના વાપરે છે પીએમ મોદી - ચશ્માની વાત કરીએ તો આપણા પીએમ મોદી બુલ્ગરી બ્રાન્ડ પસંદ કરે છેજે ઈટાલિયન બ્રાન્ડ છે. આ કંપનીનું મુખ્ય કામ જ્વેલરી બનાવવાનું છે પરંતુ તે ઘડિયાળ, પરફ્યુમ અને હોટેલ બિઝનેસની વસ્તુ બનાવવાવનું પણ કામ છે. આ ચશ્માની કિંમત 30થી 40,000 રૂપિયા છે.

  3/5
 • સ્માર્ટફોનની વાત કરીએ તો - વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટેક સેવી છે એ વાતમાં કોઈ શક નથી. તો તે સ્માર્ટફોન પણ સારામાં સારો જ વાપરતા હશે તે વાતમાં કોઈ શક નથી. નરેન્દ્ર મોદી iPhone યૂઝ કરે છે અને તે તેના વેરિયન્ટ અને કલર્સ બદલતા રહે છે. તમે આ ફોટોમાં જોઈ રહ્યા છે તે iPhone 6s છે.

  સ્માર્ટફોનની વાત કરીએ તો - વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટેક સેવી છે એ વાતમાં કોઈ શક નથી. તો તે સ્માર્ટફોન પણ સારામાં સારો જ વાપરતા હશે તે વાતમાં કોઈ શક નથી. નરેન્દ્ર મોદી iPhone યૂઝ કરે છે અને તે તેના વેરિયન્ટ અને કલર્સ બદલતા રહે છે. તમે આ ફોટોમાં જોઈ રહ્યા છે તે iPhone 6s છે.

  4/5
 • આ બ્રાન્ડના કપડા પહેરે છે મોદી - તેમના ડિઝાઈનર કપડાની તો વાત જ શું કરવી? તેમના કપડા અમદાવાદના જેડ બ્લુના બિપિન અને જીતેન્દ્ર ચૌહાણ તૈયાર કરે છે. દોઢસો કરોડની આ કંપની એમ જ નથી ઉભી થઈ. એક સમયે બિપિન ચૌહાણ કપડાની દુકાનની બહાર શર્ટમાં બટન ટાંકડા હતા. તે 1989થી સતત વડા પ્રધાન મોદીના કપડા સીવતા આવ્યા છે. મોદી પોતે જ પોતાના સૂટનું ફેબ્રિક, કલર અને ડિઝાઈન સિલેક્ટ કરે છે. બિપિન ચૌહાણે મોદીનું એક ટોપ સીક્રેટ શૅર કરતા જણાવ્યું છે કે મોદી ત્રણ વાત સાથે ક્યારે કોમ્પ્રોમાઈઝ નથી કરતા: આંખ, અવાજ અને કપડા. આંખો માટે મોંઘા ચશ્મા પહેરે છે, કપડા મોટી કંપની પાસેથી તૈયાર કરાવડાવે છે અને અવાજનું ધ્યાન રાખવા ક્યારે પણ ઠંડુ પાણી પીતા નથી.

  આ બ્રાન્ડના કપડા પહેરે છે મોદી - તેમના ડિઝાઈનર કપડાની તો વાત જ શું કરવી? તેમના કપડા અમદાવાદના જેડ બ્લુના બિપિન અને જીતેન્દ્ર ચૌહાણ તૈયાર કરે છે. દોઢસો કરોડની આ કંપની એમ જ નથી ઉભી થઈ. એક સમયે બિપિન ચૌહાણ કપડાની દુકાનની બહાર શર્ટમાં બટન ટાંકડા હતા. તે 1989થી સતત વડા પ્રધાન મોદીના કપડા સીવતા આવ્યા છે. મોદી પોતે જ પોતાના સૂટનું ફેબ્રિક, કલર અને ડિઝાઈન સિલેક્ટ કરે છે. બિપિન ચૌહાણે મોદીનું એક ટોપ સીક્રેટ શૅર કરતા જણાવ્યું છે કે મોદી ત્રણ વાત સાથે ક્યારે કોમ્પ્રોમાઈઝ નથી કરતા: આંખ, અવાજ અને કપડા. આંખો માટે મોંઘા ચશ્મા પહેરે છે, કપડા મોટી કંપની પાસેથી તૈયાર કરાવડાવે છે અને અવાજનું ધ્યાન રાખવા ક્યારે પણ ઠંડુ પાણી પીતા નથી.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં હોય કે પછી વિદેશમાં તેમની ફૅશન સેન્સની અવાર-નવાર ચર્ચા થતી રહે છે. તેમને બધી વસ્તુ બ્રાન્ડેડ પપહેલવાની ગમે છે. આટલી ઉંમરમાં પણ યુવાનો માટે સ્ટાઈલ આઈકન બની ગયા છે. તમને જણાવી દઈએ કે વડા પ્રધાન મોદી બ્રાન્ડ્સને લઈને ખૂબ જ ચૂઝી છે અને તે અમુક જ બ્રાન્ડની વસ્તુઓ વાપરવાનું પસંદ કરે છે. તેમાં તે ક્યારેય 19-20 ચલાવી લેતા નથી. તો જાણી લો વડાપ્રધાન મોદી કઈ વસ્તુ કયા બ્રાન્ડની વાપરે છે. 

તસવીર સૌજન્ય- સોશિયલ મીડિયા અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK