ઓરિસ્સામાં વડાપ્રધાન મોદીઃ દિલ્હી અને ઓરિસ્સામાં બનશે ભાજપની સરકાર

16 April, 2019 01:39 PM IST  |  ભુવનેશ્વર

ઓરિસ્સામાં વડાપ્રધાન મોદીઃ દિલ્હી અને ઓરિસ્સામાં બનશે ભાજપની સરકાર

વડાપ્રધાન મોદીએ ઓરિસ્સામાં કરી રેલી(તસવીર સૌજન્યઃ ANI)

ઓરિસ્સાના સંબલપુરમાં એક જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઓરિસ્સા અને દિલ્હી બંને જગ્યાએ ભાજપની સરકાર બનશે. તમારા લોકોનો મૂડ જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે ડબલ એન્જિન વાળી સરકાર બનવાની છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને બીજૂ જનતા દળ બંને પાર્ટીઓ પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે આપણા દેશમાં પ્રાકૃતિક સંસાધનની કોઈ કમી નથી, જરૂર છે તો તેને સારા ઢંગથી કાર્ય કરવાની.

નવીન પટનાયક સરકાર પર હુમલો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઓરિસ્સા સરકાર અહીંના લોકોને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ નથી લેવા દઈ રહી. કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજનાનો લાભ નથી લેવા દઈ રહી. એક રૂપિયે કિલો ચોખા પર વડાપ્રધાને કહ્યું કે 30 માંથી 29 કેન્દ્ર સરકાર આપી રહી છે. સ્વતંત્રતાના આટલા વર્ષો બાદ પણ ઓરિસ્સા ગરીબ છે. અહીંની ખનીજ સંપદાથી લઈને જળ સંપદા ભરપૂર છે. તેમ છતાં ઓરિસ્સા ગરીબ છે.

વડાપ્રધાને કહ્યું અમારી સરકાર બન્યા બાદ માછીમારો માટે અલગથી મંત્રાલય બનાવવામાં આવશે. તમે લોકોએ આંખ બંધ કરીને નવીન પટનાયક પર ભરોસો કર્યો. હવે એકવાર મોદી સરકાર પર ભરોસો કર્યો.

PM મોદીએ 2022 સુધીમાં ઓરિસ્સામાં દરેક ગરીબને પાકું ઘર આપવાનું વચન આપ્યું. સાથે કહ્યું કે દરેક ઘરમાં શૌચાલય અને વીજળી હશે.    

આ પણ વાંચોઃ શું કહે છે નીતિન ગડકરીની કુંડળી?

વડાપ્રધાન મોદીનું મંગળવારે સાંજે ભુવનેશ્વરમાં રોડ શોના માધ્યમથી શક્તિ પ્રદર્શનનું પણ આયોજન છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. રોડ શોને જોતા સ્થાનિક તંત્રએ સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે.

narendra modi Loksabha 2019