શું કહે છે નીતિન ગડકરીની કુંડળી?

Apr 16, 2019, 12:44 IST

ગોચરના ગુરુની દૃષ્ટિ નીતિન ગડકરીને નાગપુરમાં મોટા અંતરથી જીત અપાવશે

શું કહે છે નીતિન ગડકરીની કુંડળી?
નીતિન ગડકરી

પોતાના ડ્રીમ પ્રોજેક્ટથી સારા દિવસોનો રસ્તો તૈયાર કરનારા નીતિન ગડકરી મોદી સરકારમાં સૌથી ચર્ચિત પ્રધાન રહ્યા. હાલના દિવસોમાં મીડિયામાં તેમના વડા પ્રધાન બનવાના સપનાને લઈને ઘણી ખબરો આવી, જેનું તેઓ પોતે ખંડન કરતા રહ્યા છે. કેટલીક વખત તેમની વાણીથી તેમની પાર્ટીને ઘણું સહન કરવું પડે છે. જોકે લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં તેઓ નાગપુર સીટ પરથી કિસ્મત અજમાવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગઢમાં તેમને હરાવવા માટે વિપક્ષો ઘણા પ્રયત્ન કરી રહ્યા છે તો પણ લોકસભાની ચૂંટણી ૨૦૧૯ના પરિપ્રેક્ષ્ય માટે શું કહે છે નીતિન ગડકરીની કુંડળી? જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સાવત્થી તીર્થ - બાવળામાં બિરાજમાન પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયજિનચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ અજિતચંદ્રવિજય મહારાજસાહેબના જ્યોતિષીય વિશ્લેષણ મારફત આકલન કરીશું.

નીતિન ગડકરીની કુંડળીની જન્મતારીખ ૨૭-૦૫-૧૯૫૭ અને જન્મસમય ૬ (આશરે) વાગનો તેમ જ તેમનું જન્મસ્થાન નાગપુર છે.

નીતિન ગડકરીની કુંડળીનું વિશ્લેષણ?

નીતિન ગડકરીની કુંડળીમાં સૂર્ય અને શનિની પ્રતિયુતિ (આમને-સામને) છે. આ સંબંધ તેમને નીડર બનાવે છે અને લોકો માટે લડવાવાળા નેતાના રૂપમાં સ્થાપિત કરે છે. આ જ યુતિ તેમને કામમાં બહુ નિપુણ બનાવે છે. ચોથા ભાવમાં બેઠેલા ગુરુ પોતાની નવી દૃષ્ટિથી ૧૨મા ભાવના ચંદ્ર પર નજર નાખી રહ્યા છે. આથી વ્યક્તિ પ્રશાસનિક સ્તરે સફળતા પ્રાપ્ત કરે છે. મિથુન રાશિનો મંગળ તેમને તીક્ષ્ણ બુદ્ધિ આપે છે. જોકે કેટલીક વખત તેમના મોઢેથી નીકળેલી વાત વિવાદનું પણ કારણ બને છે. છઠ્ઠા ભાવનો રાહુ દુશ્મનોને પરાસ્ત કરે છે. તો સાથે જ વ્યાવહારિક જીવન એટલે સાતમા ભાવમાં શુક્ર લોકોથી તેમના સંબંધને મજબૂત બનાવે છે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરઃસરહદી અરનિયા વિસ્તારમાંથી પકડાયું પાકિસ્તાની કબૂતર

લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે ભવિષ્યવાણી

લોકસભા ચૂંટણી ૨૦૧૯ની વાત કરીએ તો હમણાં શનિ અને કેતુની યુતિ ગોચર કુંડળીના હિસાબથી મંગળની સામેથી પસાર થઈ રહી છે. ત્યાં જ રાહુનું પારગમન મંગળ ઉપરથી છે જે જન્મના ચંદ્રથી ત્રીજા સ્થાને છે. આ યોગ આવનારી લોકસભા ચૂંટણી ૨૦૧૯માં તેમને બહુ ફાયદો અપાવશે. ૩૦ માર્ચથી લઈને ૨૩ એપ્રિલ વચ્ચે શનિથી ગુરુનું ભ્રમણ તેમના માટે ફાયદાકારક છે. ગોચરના ગુરુની દૃષ્ટિ જન્મના સૂર્ય અને શુક્રને જુએ છે એટલે આ ચૂંટણીમાં તેઓ નાગપુર સીટથી મોટા અંતરે જીત મેળવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK