PMનો કોંગ્રેસ પર હુમલો- અમે પરિવાર અને પૈસા પર આધારિત પાર્ટી નથી

06 April, 2019 02:46 PM IST  |  ઓરિસ્સા

PMનો કોંગ્રેસ પર હુમલો- અમે પરિવાર અને પૈસા પર આધારિત પાર્ટી નથી

વડાપ્રધાન મોદીએ કર્યા કોંગ્રેસ પર પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઓરિસ્સામાં જનસભાને સંબોધન કર્યું. જેમાં મોદીએ કહ્યં કે આ વખતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને બીજુ જનતા દળ બંનેને હરાવી દેશે. વડાપ્રધાન મોદીએ રાજ્યમાં પોતાની રેલી પહેલા  એક ટ્વીટ કર્યું હતું કે, 'ઓરિસ્સાની ચૂંટણીના પરિણામ આખા દેશને હેરાન કરી દેશે. ભાજપ વિક્રમી સંખ્યામાં બેઠકો સાથે ચૂંટણી જીતશે. ઓરિસ્સાની જનતા બીજદ અને કોંગ્રેસ બંનેને ફગાવી દેશે.'

વડાપ્રધાને જનતાને સંબોધિત કરતા કહ્યું કે, મને કહેવામાં આવ્યું છે કે પહેલીવાર કોઈ વડાપ્રધાન સુંદરગઢ આવ્યા છે. પરંતુ આજે કોઈ વડાપ્રધાન અહીં નથી આવ્યા. આજે તો ઓરિસ્સાનો પ્રધાનસેવક પોતાના માલિકો પાસેથી આશીર્વાદ લેવા આવ્યો છે.

PM મોદીએ કોઈનું નામ લીધા વિના વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે અમે પરિવાર પર આધારિત નથી કે નથી અમે પૈસા પર આધારિત. અનેક પાર્ટીઓ પૈસાથી બની છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓના પસીનાથી બની છે. હું ભાજપના દરેક કાર્યકર્તાઓને નમન કરું છું.તેમના પરિશ્રમથી જ આજે દેશમાં પૂર્ણ બહુમતિની સરકાર છે. અને તેમના પરિશ્રમથી વધુ એકવાર પૂર્ણ બહુમતિની સરકાર બનવા જઈ રહી છે.

"આજે ભાજપ દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી છે. દેશના વિકલ્પ દેવાનું કામ ભાજપે કર્યું છે. ભાજપ યુવા ભારતની પાર્ટી છે. અટલજીએ કહ્યું હતું કે અંધકાર હટશે, સૂરજ ઉગશે અને કમળ ખિલશે. આજે જ્યારે હું ઓરિસ્સામાં આવ્યો છું, તો હું જોઈ રહ્યો છું કે ચાહે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર કમળ ખિલવાનું નક્કી છે. ક્ષેત્રના આધાર પર જે ભેદભાવ ઓરિસ્સાની BJD સરકાર કરી રહી છે, એવો જ ભેદવાવ કોંગ્રેસ અને તેમના સહયોગીઓએ દાયકાઓથી આખા પૂર્વ ભારત સાથે કર્યો છે." રેલીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું.

આ પણ વાંચોઃ તેઓ કહે છે, બોટી-બોટી અને અમે કહીએ છીએ, બેટી-બેટી : વડાપ્રધાન

સોનપુરમાં પણ બીજદ અને કોંગ્રેસ પર વડાપ્રધાન મોદીએ પ્રહારો કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું દેશનો પ્રધાનસેવક હોવાની સાથે બનારસનો સાંસદ પણ છું અને એટલે જ આ સ્થળ સાથે મને ખાસ લગાવ છે, કારણ કે સ્વર્ણપુર અને બનારસ બંને મહાદેવની નગરી છે. સાથે પીએમએ એમ પણ કહ્યું કે, ખરેખર તો કોંગ્રેસ અને બીજદ ગરીબોનો ઉપયોગ રાજનીતિ માટે કરે છે. અને આ જ કારણ છે કે ઓરિસ્સા સહિત ભારતનો એક મોટો હિસ્સો આટલા દાયકાઓથી ગરીબીમાં હતો, ત્યારે માઓવાદીઓએ સ્થિતિનો દુરુપયોગ કર્યો હતો. વધુમાં વડાપ્રધાને કહ્યું કે આ ચૂંટણી નક્કી કરશે કે હિન્દુસ્તાનના હીરો મજબૂત રહેશે કે પાકિસ્તાનન પ્યારા. આ ચૂંટણી નક્કી કરશે કે આપણા જવાનો, ખેડૂતો અને યુવાનોને સમ્માન મળશે કે ફરી ટુકડા-ટુકડા કરનારા લોકોની અવાજ ગુંજતો રહેશે.

narendra modi orissa bharatiya janata party congress Lok Sabha