Video: મૉર્નિંગ વૉક દરમિયાન PM મોદીએ કરી સમુદ્ર તટની સફાઈ

12 October, 2019 10:32 AM IST  |  મામલ્લપુરમ

Video: મૉર્નિંગ વૉક દરમિયાન PM મોદીએ કરી સમુદ્ર તટની સફાઈ

મામલ્લપુરમ બીચ પર વડાપ્રધાન મોદી

ચીનના રાષ્ટ્રપતી શિ જિનપિંગ ભારતના પ્રવાસે છે. ચેન્નઈ લગભગ 57 કિમી દૂર આવેલા ભારત અને ચીનના જૂના સંબંધોના સાક્ષી રહેલા મામલ્લપુરમ એટલે કે મહાબલીપુરમમાં શુક્રવારે વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ.એ સાથે જ આજે એટલેકે શનિવારે પણ બંને નેતાઓ અહીં જ છે, જ્યાં આજે પણ બંને વચ્ચે વાતચીત થશે. જો કે, આ પહેલા વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર પર કેટલીક  તસવીરો શેર કરી છે. વડાપ્રધાન મોદીએ શેર કરેલી આ તસવીરો ખૂબસુરત છે. જો કે, શેર કરવામાં આવેલા વીડિયોમાં તમામ લોકોમાં એવો સંદેશ છે, જે હજુ પણ સ્વચ્છતા પર જોર નથી આપી રહ્યા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મૉર્નિંગ વૉક માટે તાજ ફિશરમેન કોવ રિઝૉર્ટ અને સ્પાની બહાર ગયા ત્યારે સમુદ્ર તટ પર ફેંકવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલો, પ્લેટ અને અન્ય કચરાને એકત્ર કર્યો. કાલી ટી-શર્ટ , પાયજામામાં પીએમ મોદીને સવારે વૉક દરમિયાન હાથમાં એક મોટા પ્લાસ્ટિક બેગની સાથે જોવામાં આવ્યા.


પીએમ મોદી મામલ્લપુરમના એક સુંદર તટના કિનારે નજર આવી રહ્યા છે.તે મૉર્નિંગ વૉર કરવા નીકળ્યા છે અને કસરત કરી રહ્યા છે. તે દરમિયાનની અનેક તસવીરો શેર કરી છે.

આ પણ જુઓઃ 90ના દાયકાની એ ફિલ્મો જે આજે પણ એટલી જ એવરગ્રીન

જેના બે મિનિટ બાદ પીએમ મોદીએ એક સંદેશ સાથે બીચના કિનારે ફેલાયેલા કચરાને એકઠા કરતો એક વીડિયો શેર કર્યો છે. ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, 'આજે સવારે મામલ્લપુરમમાં સમુદ્રતટની સફાઈ કરી, અહીં 30 મિનિટ કરતા વધુ સમય માટે ચાલ્યો.' તેમણે વધુમાં જણાવ્યું કે તેમણે જે કચરો એકઠો કર્યો છે તે તેણે હોટેલના કર્મચારીને સોંપી દીધો. આ સાથે જ તેમણે સંદેશ આપતા કહ્યું હતું કે આપણે એ સુનિશ્ચિત કરીએ કે તમારા સાર્વજનિક સ્થળ સાફ સુથરા છે. ત્યાં જ, તેમણે કહ્યું કે અમે એ પણ સુનિશ્ચિત કરીએ કે અમે ફિટ અને સ્વસ્થ રહે.

narendra modi xi jinping national news