PM મોદીનો રાજ્યોને કડક આદેશ, તરત જ ઇન્સ્ટૉલ થાય સ્ટૉરેજમાં પડેલા વેન્ટિલેટર્સ

15 May, 2021 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બેઠકમાં વડાપ્રધાને વેન્ટિલેટરને લઈને કેટલાક રાજ્યોને કડક નિર્દેશ આપ્યા કારણકે ત્યાં સ્ટોરેજજમાં વેન્ટિલેટર પડ્યા છે જેનો ઉપયોગ અત્યાર સુધી કરવામાં નથી આવ્યો. વડાપ્રધાને તરત જ આ વેન્ટિલેટરને ઇન્સ્ટૉલ કરવાના નિર્દેશ આપ્યા છે.

મોદી (ફાઇલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં કોવિડ-19ને કારણે સ્થિતિ અને કોરોના વેક્સીનેશનની પ્રગતિની સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ બેઠક કરી. PMO તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, બેઠકમાં વડાપ્રધાને વેન્ટિલેટરને લઈને કેટલાક રાજ્યોને કડક નિર્દેશ આપ્યા કારણકે ત્યાં સ્ટોરેજજમાં વેન્ટિલેટર પડ્યા છે જેનો ઉપયોગ અત્યાર સુધી કરવામાં નથી આવ્યો. વડાપ્રધાને તરત જ આ વેન્ટિલેટરને ઇન્સ્ટૉલ કરવાના નિર્દેશ આપ્યા છે.

આ પેહલા બુધવારે વડાપ્રધાન મોદીએ ઑક્સીજન તેમજ દવાઓના સપ્લાય તેમજ ઉપલબ્ધતાની સમીક્ષા માટે બેઠક કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે દેશના સરકારી હૉસ્પિટલમાં મફત વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે આ માટે જ્યારે પણ તમારો વારો આવે તો વેક્સીન લો.

તેમણે કહ્યું કે, "100 વર્ષ પછી આવેલી આટલી ભીષણ મહામારી ડગલે ને પગલે વિશ્વની પરીક્ષા લઈ રહી છે. આપણી સામે એક અદ્રશ્ય દુશ્મન છે." તેમણે માહિતી આપી કે કોવિડ-19ના મેનેજમેન્ટમાં ડ્રગ સપ્લાયની સરકાર સક્રિયતાથી મૉનિટરિંગ કરી રહી છે. દેશમાં હજી વેક્સીનેશનનું ત્રીજું ચરણ ચાલુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે,, શુક્રવાર સુધી વેક્સીનેશનના કુલ 18,04,29,261 ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે હવે સતત ચાર દિવસથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા સંક્રમણના નવા કેસ વધી રહ્યા છે. આની સાથે જ કોરોના મહામારીને માત આપી ચૂકેલા લોકોનો આંકડો પણ બે કરોડ પાર કરી ગયો છે. બે દિવસના લંબાણ બાદ સક્રિય કેસમાં પણ 30 હજારથી વધારે ઘટાડો થયો છે અને તેની સંખ્યા 37 લાખની નીચે આવી ગઈ છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી શુક્રવારે મોડી રાતે મળેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,26,014 નવા કેસ મળ્યા છે, 3,52,850 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 3,876 અને દર્દીઓના નિધન થયા છે. આની સાથે જ કુલ સંક્રમિતોનો આંકડો બે કરોડ 43 લાખ 72 હજારને પાર કરી ગયો છે. આમાંથી બે કરોડ ચાર લાખ 26 હજારથી વધારે દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને 3,66,229 દર્દીઓના અત્યાર સુધી નિધન પણ થઈ ચૂક્યા છે. સક્રિય કેસ 36,69,537 થઈ ગયા છે.

national news coronavirus covid19 covid vaccine narendra modi