08 May, 2025 09:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કૅબિનેટની બેઠકમાં સાથી પ્રધાનો સાથે નરેન્દ્ર મોદી.
ઑપરેશન સિંદૂર પૂરું થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૅબિનેટની બેઠક બોલાવી હતી અને સાથી પ્રધાનોને આ ઑપરેશનની જાણકારી આપી હતી. નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કૅબિનેટની બેઠકમાં ભારતીય સેનાની પ્રસંશા કરી હતી. બેઠકની શરૂઆતમાં કૅબિનેટના સાથીઓએ ઑપરેશન સિંદૂર માટે વડા પ્રધાનને અભિનંદન આપ્યાં હતાં. તમામ પ્રધાનોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ દર્શાવીને કહ્યું હતું કે આખો દેશ તમારી સાથે છે.
આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ‘હમ સબ કે લિએ ગર્વ કા પલ હૈ’.
કૅબિનેટ સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ તૈયારી અનુસાર કોઈ પણ પ્રકારની ભૂલ વિના કાર્યવાહીને અંજામ આપ્યો હતો.
નરેન્દ્ર મોદી ત્યાર બાદ રાષ્ટ્રપતિભવન ગયા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને તેમને ઑપરેશન સિંદૂરની જાણકારી આપી હતી.
ઑપરેશન સિંદૂર પર નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે આખી રાત મૉનિટરિંગ કર્યું હતું. તેઓ નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ અને સેનાઓના કમાન્ડરોના સંપર્કમાં હતા.