Fit India Movement નવા ભારત માટે દરેક વ્યક્તિએ સ્વસ્થ થવું જરૂરી: PM

29 August, 2019 01:12 PM IST  | 

Fit India Movement નવા ભારત માટે દરેક વ્યક્તિએ સ્વસ્થ થવું જરૂરી: PM

National Sports Day પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ફિટ ઈન્ડિયાના અભિયાનની શરૂઆત કરી. અભિયાનની શરૂઆત કર્યા બાદ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, આજના દિવસે મેજર ધ્યાનચંદના સ્વરૂપમાં મહાન ખેલાડી ભારત મળ્યા છે. આજે દેશ તેમને નમન કરી રહ્યો છે. આ અભિયાન દ્વારા દેશને સ્વસ્થ ભારતની દિશામાં મહત્વપૂર્ણ પગલુ માંડ્યુ છે. તેમણે પોતાની ફિટનેસ, સહનશક્તિ અને હોકી સ્ટિકથી દુનિયાને આશ્ચર્યચકિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, નવા ભારતના દરેક નાગરિકને સ્વસ્થ બનાવવાની જરૂર છે.

પીએમ મોદીએ આ દરમિયાન કહ્યુ કે આ દેશની જરૂરીયાત છે કે આ અભિયાનને જન આંદોલન બનાવવામાં આવે. સારા સ્વાસ્થ્યના કારણે રમત ક્ષેત્રે જે યુવા ખેલાડીઓ દેશનનું નામ રોશન કરી રહ્યાં છે જેના કારણે મનોબળ દ્રઢ બનશે. અમારી સરકારે ખેલ જીવનને વધુ સારી બનાવવા માટે ઘણા પગલા ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ફિટનેસ માત્ર શબ્દ પરંતુ જીવન જીવવા માટે જરૂરી શરત છે.

પીએમ મોદીએ કહ્યું કે સ્વસ્થ રહેવા અને ફિટ રહેવાનો ફંડા આપણા પૂર્વજોના સમયથી ચાલતુ આવ્યું છે. આ દરમિયાન સંસ્કૃતના શ્લોક સંભળાવતા ફિટનેસના લાભ ગણાવ્યા હતા. ફિટનેસ આપણા જીવનનું અભિન્ન અંગ છે સમય સાથે આપણી સોસાયટીમાં ઉદાસીનતા આવતી રહી છે. ફિટનેસ એક શબ્દ નથી પરંતુ સ્વસ્થ અને સમૃદ્ધ જીવન માટે એક જરૂરી શરત છે. બેડમિન્ટન,ટેનિસ, એથલેટિક્સ, બોક્સિંગ કે કુશ્તી સહિતના તમામ ક્ષેત્રોમાં આશા કરતા વધારે સારૂ પ્રદર્શન કર્યું છે.

narendra modi national news gujarati mid-day