PM મોદી અને ટ્રમ્પ વચ્ચે અડધો કલાક ફોન પર થઈ વાત, પાક પર સાધ્યું નિશાન

20 August, 2019 08:33 AM IST  |  નવી દિલ્હી

PM મોદી અને ટ્રમ્પ વચ્ચે અડધો કલાક ફોન પર થઈ વાત, પાક પર સાધ્યું નિશાન

PM મોદી અને ટ્રમ્પ વચ્ચે અડધો કલાક ફોન પર થઈ વાત

કશ્મીર મુદ્દે પાકિસ્તાનના સતત તણાવ વધારવાના પ્રયાસો વચ્ચે સોમવારે વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ફોન પર લાંબી ચર્ચા થઈ. વાતચીતમાં દ્વિપક્ષીય વેપાર, અફગાનિસ્તાન અને અન્ય દ્વીપક્ષીય સંબંધો જેવા તમામ મુદ્દાઓ પર વાત થઈ, જમ્મૂ કશ્મીરનો મુદ્દો પણ બંને નેતાઓ વચ્ચે ગંભીરતાથી ચર્ચાયો.

વડાપ્રધાન મોદીની તરફથી એ સાફ કરી દેવામાં આવ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તરફથી વગર કારણે ભડકાઉ નિવેદનો આપવામાં આવી રહ્યા છે જે શાંતિ માટે યોગ્ય નથી. વડાપ્રધાન મોદીએ સીમાપારના આતંકવાદને ખતમ કરવાની જરૂર પર ભાર મુક્યો.

સૌહાર્દપૂર્ણ માહોલમાં થઈ વાત
વિદેશ મંત્રાલયે જાહેર કરેલી સૂચના પ્રમાણે અડધા કલાક સુધી બંને નેતાઓ વચ્ચે ખૂબ જ સૌહાર્દપૂર્ણ માહોલમાં વાત થઈ. જૂન, 2019ના અંતમાં ઓસાકામાં થયેલી વાતચીતના સંદર્ભમાં પીએમએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે ભારતના નાણાંમંત્રી જલ્દી જ પોતાના અમેરિકાના સમકક્ષ સાથે મુલાકાત કરશે જેથી દ્વિપક્ષીય વેપાર સાથે જોડાયેલા મુદ્દાઓ પર સહમતિ બની શકે.

આતંક મુક્ત માહોલ બનાવવો જરૂરી
જે બાદ સ્થાનિક સ્થિતિ પર પણ ચર્ચા થઈ. વડાપ્રધાને ભાર દઈને કહ્યું કે દક્ષિણ એશિયામાં સીમા પાર આતંકનો અંત કરવો, હિંસા અને આતંક મુક્ત માહોલ બનાવવો જરૂરી છે. પીએમ મોદીએ એ પણ કહ્યું કે આ રસ્તે જે પણ ચાલશે તેને ભારત સાથ આપવા માટે તૈયાર છે.

ટ્રમ્પે આપી હતી ઈમરાનને સલાહ
જણાવી દઈએ કે ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પણ ફોન પર વાત કરી હતી. અને સ્પષ્ટ રીતે સલાહ આપી હતી કે ભારત સાથે તણાવ ખતમ કરવા માટેના રસ્તાઓ અજમાવવામાં આવે. એ પણ સાફ કરવામાં આવ્યું કે કશ્મીરના મુદ્દા પર બંને દેશોએ સાથે મળીને સમાધાન વિચારવું પડશે.

અફઘાનિસ્તાન પર પણ વાત
મોદી અને ટ્રમ્પ વચ્ચે અફઘાનિસ્તાન મામલે પણ વાત થઈ. અફઘાનિસ્તાન પોતાની આઝાદીની શતાબ્દી મનાવી રહ્યું છે. મોદીએ ભારતની મંશા સાફ કરી કે તે હંમેશા એક સંયુક્ત, સુરક્ષિત, લોકતાંત્રિક અને સ્વતંત્ર અફઘાનિસ્તાનનું પક્ષધર છે.

આ પણ જુઓઃ મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકા અને તાલીબાન વચ્ચેની વાતચીત અંતિમ ચરણમાં છે. અફઘાનિસ્તાનની સ્થિતિ ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની છે. એટલે તેઓ દરેક સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

narendra modi donald trump