ઝારખંડ: PM મોદીએ કર્યું કેટલીય યોજનાઓનું શિલાન્યાસ

05 January, 2019 01:09 PM IST  | 

ઝારખંડ: PM મોદીએ કર્યું કેટલીય યોજનાઓનું શિલાન્યાસ

વડાપ્રધાન મોદી આજે ઝારખંડની મુલાકાતે છે. ઝારખંડના પલામૂમાં પીએમ મોદીએ જુદી જુદી યોજનાઓનું લોકાર્પણ કર્યું. તો કેટલીક યોજનાઓનો કર્યો શુભારંભ.

પલામૂમાં કરોડોની યોજનાના શિલાન્યાસ બાદ વડાપ્રધાન જનતાને સંબોધિત કરે છે. વડાપ્રધાન મોદીએ સભાસ્થાને હાજર વિશાળ જનમેદનીને શિશ નમાવી નવા વર્ષની શુભેચ્છાઓ આપી. વડાપ્રધાન મોદીએ પલામૂ પહોંચીને 2391 કરોડની કોયલ મંડલ ડેમ પરિયોજનાના અધૂરા કામનું શિલાન્યાસ કર્યું.

મોદીને હટાવવાનું કોંગ્રેસનું લક્ષ્ય : રઘુવર

ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુવર દાસે વડાપ્રધાનનું સ્વાગત કર્યું અને જનતાને સંબોધિત કરતાં મંડલ ડેમ યોજના જેને મનમોહન સરકારે બંધ કરી દીધી હતી તેને શરુ કરવા માટે વડાપ્રધાનનો આભાર માન્યો અને કહ્યું કે આ યોજનાને કારણે ઝારખંડને લાભ થશે. અહીંથી જે લોકો કામ તથા વ્યવસાયાર્થે બહાર જાય છે તેના વડાપ્રધાનના આ પ્રયત્નને લીધે પૂર્ણવિરામ લાગશે. ખેડૂતોને રાહત મળશે. પલામૂની પહેલા સિંચાઈ પરિયોજના અમારી સરકાર પૂર્ણ કરશે.

 

આ પણ વાંચો : નોર્થ ઈસ્ટને અમે 'ન્યૂ ઈન્ડિયા'ની વિકાસ ગાથાનું દ્વાર બનાવશું - મોદી

 

કોંગ્રેસ શાસનમાં ખેડૂત અને જવાનનો વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. માર્ચથી શરુ થશે અલગ ફીડર જે ખેડૂતોને છ કલાક વીજપુરવઠો આપશે. અમારી આ યોજના 2020 સુધી કોઈ ગરીબ ન રહે. ઉજ્જવલા યોજના થકી 14 લાખ જેટલા લોકોને અમે એલપીજી કનેક્શન આપવા જઈ રહ્યા છીએ. ખરીફ પાક માચે 5 હજાર આપવા જઈ રહ્યો છીએ. એકમાત્ર પ્રદેશ જ્યાં કૃષિ વીમાનું પ્રીમિયમ સરકાર આપે છે. ખેડૂતોની કમાણી બેગણી કરવાનું વડાપ્રધાનનું સ્વપ્ન છે. સરકારની યોજના 2022 સુધીમાં ચારગણું કરવાનું લક્ષ્ય છે. અમે બધા લક્ષ્ય પ્રાપ્ત નથી કર્યા. પણ 2014 કરતાં તો સ્થિતિમાં તફાવત છે જ. કોંગ્રેસનું એકમાત્ર લક્ષ્ય મોદીને હટાવવાનું છે. મોદી રહેશે તો તેમને કમીશન કઈ રીતે મળશે. મોદી રહેશે તો તેમની દુકાનદારી બંધ થઈ જશે. મોદી ન્યૂ ઈન્ડિયા બનાવવામાં લાગેલા છે અને અમે તેમની સાથે છીએ.

narendra modi jharkhand