સંસદ સત્રઃ જમ્મૂ કશ્મીરમાં વર્ષના અંત સુધીમાં થશે ચૂંટણી

28 June, 2019 06:57 PM IST  |  નવી દિલ્હી

સંસદ સત્રઃ જમ્મૂ કશ્મીરમાં વર્ષના અંત સુધીમાં થશે ચૂંટણી

સંસદ સત્રઃ જમ્મૂ કશ્મીરમાં વર્ષના અંત સુધીમાં થશે ચૂંટણી

સંસદના બજેટ સત્ર દરમિયાન શુક્રવારે જમ્મૂ-કશ્મીર અનામત સંશોધન બિલ, 2019 પસાર કરવામાં આવ્યું. સાથે જમ્મૂ-કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના માટે વધારવાને પણ મંજૂરી મળી ગઈ છે. રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ બંને બિલ લોકોની ભલાઈ માટે છે.

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના વધારવાનું અને આંતરરાષ્ટ્રીય સીમા પર વસતા પરિવારોને અનામત આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેના પર ચર્ચાનો જવાબ આપતા તેમણે વિપક્ષ પર તીખા હુમલા કર્યા. ગૃહમંત્રીએ જમ્મૂ-કશ્મીરની સ્થિતિ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યું અને કહ્યું કે કોંગ્રેસ રાજ્યમાં વારંવાર કલમ 356નો દુરૂપયોગ કર્યો. જેથી આવી સ્થિતિ બની રહી છે.

કશ્મીરમાં નહોતું ભારતનું નિશાનઃ શાહ
અમિત શાહે કહ્યું કે, 'જમ્મૂ-કશ્મીરમાં ભારતનું કોઈ નિશાન નહોતું. ત્યાં સુધી કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સાઈન બોર્ડ પર ઈન્ડિયા શબ્દને કપડાથી ઢાંકી દેવામાં આવ્યો હતો. મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદીએ ખતરો ઉઠાવીને લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો. એ સમયે અમે સત્તામાં નહોતા.'

વર્ષા અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી
કોંગ્રેસ પર નિશાન સાધતા ગૃહમંત્રીએ કહ્યું કે શંકાના બીજ કોંગ્રેસે રોપ્યા છે. લોકોમાં શંકા કોંગ્રેસની દેન છે. જે પણ જનાદેશ આપ્યો અમે માન્યા. ભાજપના રાજમાં કોઈ ધાંધલી નથી. તેમણે આગળ કહ્યું, 'રાજ્યમાં વિધાનસભા ચૂંટણી વર્ષના અંત સુધીમાં થશે. રાજ્યમાં ચૂંટણીનો સમય ચૂંટણી પંચ નક્કી કરશે. અમારા સમયમાં ચૂંટણી પંચ સ્વતંત્ર છે.'

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા અમિત શાહની સંસદમાં રજૂઆત

કશ્મીર સમસ્યા માટે લીધું નહેરૂનું નામ
ગૃહમંત્રીએ સવાલ કર્યો કે, 'ધર્મના આધાર પર દેશના વિભાજનની ભૂલ કોણે કરી, દેશનું વિભાજન અમે નથી કર્યું, ત્યારે નહેરૂએ સીઝાયર કર્યું હતું. કશ્મીરનો હિસ્સો પાકિસ્તાને તમે આપ્યો. તે ભૂલની સજા લોકો ભોગવી રહ્યા છે. તેમની ભૂલના કારણે લાખો લોકો મર્યા.' નહેરૂનું નામ લેવા પર લોકસભામાં હંગામો શરૂ થઈ ગયો. તેમણે કહ્યું કે, 'તમે કહો છો કે અમે જનતાને વિશ્વાસમાં નથી લીધી પરંતુ નહેરૂજીએ તત્કાલિન ગૃહમંત્રીને પુછ્યા વગર આવું કર્યું. એટલે મનીષ તિવારીજી અમને ઈતિહાસ ન ભણાવો. ઈતિહાસમાં જશો તો સાંભળવું પડશે.'

jammu and kashmir amit shah