Padma Awards: 128 લોકોને મળશે પદ્મ પુરસ્કાર; જનરલ બિપિન રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણ

25 January, 2022 08:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

4 લોકોને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા છે.

ફાઇલ તસવીર

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે અને કુલ 128 લોકોને આ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રભા અત્રેને કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. જનરલ બીપીન રાવત, કલ્યાણ સિંહ અને રાધેશમ ખેમકા માટે પણ મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના પીઢ ગાયિકા પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાધેશમ ખેમકા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને પણ મરણોત્તર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. સાયરસ પુનાવાલા અને નટરાજન ચંદ્રશેખરને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.

4 લોકોને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, એસઆઈઆઈના એમડી સાયરસ પૂનાવાલાને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. ઓલિમ્પિયન નીરજ ચોપરા, પ્રમોદ ભગત અને વંદના કટારિયા અને ગાયક સોનુ નિગમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચારીને પદ્મ ભૂષણ આપવામાં આવશે. કોવેક્સિન નિર્માતા ભારત બાયોટેકના ચેરમેન ક્રિષ્ના ઈલા અને તેમની સહ-સ્થાપક પત્ની સુચિત્રા ઈલાને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

national news padma shri padma vibhushan padma bhushan