08 May, 2025 07:32 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઍર સ્ટ્રાઇક પછી કૅબિનેટ મીટિંગમાં નરેન્દ્ર મોદી.
ભારતીય મહિલાઓના સિંદૂરને હણનારા આતંકવાદીઓના ખાતમા માટેના ઑપરેશનનું નામ વડા પ્રધાને પોતે જ આપ્યું
ગઈ કાલે બિકાનેરમાં નરેન્દ્ર મોદીના લલાટ પર સિંદૂર લગાવીને ઑપરેશન સિંદૂરની સફળતા ઊજવતી સ્કૂલ-ટીચરો.
ઑપરેશન સિંદૂરના ૪ કલાક પહેલાં નરેન્દ્ર મોદી બોલતાં-બોલતાં અટકી ગયા... અને ભારતના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું પાકિસ્તાન
પચીસ મિનિટ સુધી ચાલેલા ઑપરેશન સિંદૂરમાં આતંકવાદીઓનાં ઠેકાણાંઓને સેનાએ નષ્ટ કરી દીધાં અને આતંકવાદીઓને નરકનો રસ્તો બતાવવામાં આવ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓનો સફાયો કરવાનું રાષ્ટ્રને આપેલું વચન પૂર્ણ કર્યું. ઑપરેશન સિંદૂર ખૂબ જ ગુપ્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ ઍર સ્ટ્રાઇકના માત્ર ૪ કલાક પહેલાં વડા પ્રધાન મોદી એક કાર્યક્રમમાં કંઈક બોલતાં અચાનક અટકી ગયા. મંગળવારે રાત્રે એક ચૅનલના કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન મોદીએ કોઈ વાત પર કહ્યું કે ઔર મુઝે ભી... આટલું બોલ્યા બાદ વડા પ્રધાન મોદી થોભી ગયા. લગભગ ૬-૭ સેકન્ડ થોભ્યા પછી તેમણે ચર્ચાનો વિષય બદલ્યો એટલે કે પોતાનું વાક્ય પૂરું કર્યા વિના, તેમણે કંઈક બીજું કહેવાનું શરૂ કર્યું. વડા પ્રધાન મોદી ભલે કોઈ કાર્યક્રમમાં બોલી રહ્યા હોય, પરંતુ તેમના મગજમાં ઑપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું. વડા પ્રધાન મોદીનો ખચકાટ દર્શાવે છે કે તેઓ શારીરિક રીતે ત્યાં હાજર હતા, પરંતુ તેમનું મન બીજે ક્યાંક હતું. દેશના સંરક્ષણપ્રધાન પણ ખૂબ જ જવાબદારી અને ઉત્સાહ સાથે કહી રહ્યા હતા કે દેશના લોકો જે ઇચ્છશે એ થશે. એનો અર્થ એ થયો કે ચર્ચા ફક્ત પાણીહડતાળ સુધી જ અટકવાની નથી.
૧૦, ૧૨ અને હવે ૧૫ દિવસ પછી બદલો
ભારતે ૨૦૧૬માં ઉરી હુમલાનો બદલો ૧૦ દિવસ પછી સર્જિકલ સ્ટ્રાઇક કરીને લીધો હતો. એવી જ રીતે પુલવામા હુમલાનો બદલો ૧૨મા દિવસે બાલાકોટમાં હવાઈ હુમલો કરીને લેવામાં આવ્યો. હવે પહેલગામનો બદલો ૧૫મા દિવસે લેવામાં આવ્યો.