બોલો, આ ભાઈને કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ દંડ થયો

10 September, 2019 11:01 AM IST  | 

બોલો, આ ભાઈને કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ દંડ થયો

ઉત્તર પ્રદેશના અલીગઢમાં પીયૂષ વર્ષનેય નામના ભાઈને હેલ્મેટ પહેર્યા વિના કાર ચલાવવા બદલ ઈ-ચલાન મળ્યું હતું અને એ માટે ૫૦૦ રૂપિયાનો દંડ થયો હતો. આ વાત નવા ટ્રાફિકના નિયમ સાથે જરાય જોડાયેલી નથી, પરંતુ નવા નિયમો આવ્યા એ પહેલાંની છે.

૨૭ ઑગસ્ટે પીયૂષ પોતાની કાર લઈને ક્યાંક જતો હશે એ વખતે ટ્રાફિક કૅમેરાએ એની તસવીરો લઈને હેલ્મેટ ન પહેરવા બદલ ૫૦૦ રૂપિયાના દંડનું ચલાણ તેના ઘરે મોકલી આપ્યું હતું. નવાઈની વાત હતી કે એમાં જે વાહનનો નંબર લખેલો છે એ પણ તેની કારનો જ છે. કાર હોવા છતાં હેલમેટ ન પહેરવાનો દંડ કેવી રીતે? આ વાતનો વિરોધ કરવા માટે હવે ભાઈસાહેબ હેલ્મેટ પહેરીને કાર ચલાવે છે.

આ પણ વાંચો: આ ભાઈની દાઢીમાં છે ૩૫૦૦ ટૂથપિક્સ

તે બધાને કહેતો ફરે છે કે ફરીથી તેને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ થાય એનો ભય લાગે છે અને એટલે તે કોઈ ચાન્સ લેવા નથી માગતો. જ્યારે ટ્રાફિક પોલીસને આ વાત પૂછવામાં આવી ત્યારે તેમણે સફાઈ આપતાં કહ્યું કે આવું ક્યારેક સિસ્ટમની એરરને કારણે થઈ શકે. વેરિફિકેશન કરતાં જો સિસ્ટમની ભૂલ જણાશે તો અમે દંડ રદ કરી દઈશું.

national news gujarati mid-day