દિલ્હીમાં ઑડ-ઈવન ૪થી ૧૫ નવેમ્બર સુધી લાગુ થશે : અરવિંદ કેજરીવાલ

14 September, 2019 09:39 AM IST  |  નવી દિલ્હી

દિલ્હીમાં ઑડ-ઈવન ૪થી ૧૫ નવેમ્બર સુધી લાગુ થશે : અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી : (જી.એન.એસ.) પ્રદૂષણનો સામનો કરવા માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં ઑડ-ઇવન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં ૪ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી ઑડ-ઇવન લાગુ કરવામાં આવશે. તેની સાથે જ દિલ્હીવાસીઓને ઑક્ટોબરમાં માસ્ક પણ આપવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે દિવાળીની આસપાસ થતાં પ્રદૂષણનો સામનો કરવા આજે પ્રેસ કોન્ફરન્સ કરી. કેજરીવાલે કહ્યું કે, પર્યાવરણ સુધાર માટે લોકોને વૃક્ષો ઉગાડવા માટે પ્રેરિત કરવામાં આવશે. તેના માટે દિલ્હી સરકાર લોકોને છોડ પૂરા પાડશે.

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિવાળીના તહેવારમાં લોકોને ફટાકડા ન ફોડવા અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, દિવાળી પર ફટાકડા ફોડવાથી સમસ્યા ઊભી થાય છે. દિલ્હીના લોકોએ ફટાકડા ન ફોડવાનો સંદેશ વધુ લોકો સુધી પહોંચાડવો જોઈએ. તેના બદલે કાળીચૌદસના દિવસે મોટો લેસર શો રાખવામાં આવશે. જેમાં તમામ દિલ્હીના લોકોને બોલાવીશું. ત્યારબાદ ફટાકડા ફોડવાની જરૂર નહીં રહે.

આ પણ વાંચો : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ

દિલ્હીના મુખ્ય પ્રધાને નવા મોટર વેહિકલ ઍક્ટના વખાણ કર્યા. તેઓએ કહ્યું કે, તે લાગુ થવાથી ઘણો સુધાર આવશે. લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે. અમે તેની પર નજર રાખી રહ્યા છે. અમે જોઈ રહ્યા છીએ કે જો ભવિષ્યમાં લોકોને તેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમે એવો કોઈ ક્લોઝ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી લોકોની મુશ્કેલી ઓછી થઈ શકે.

new delhi arvind kejriwal